Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

અમદાવાદના ગોલ્ડ મેન તરીકે ઓળખાતા અને કાર સીઝર કુંજલ પટેલના આપઘાત

2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કુંજલ પટેલ ગોલ્ડન કેન્ડિડેટ બનીને ઉભર્યા હતા: તેઓ દરિયાપુરની બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર બન્યા હતા.

અમદાવાદદરિયાપુરનો કાર સિઝર અને ગોલ્ડ મેન તરીકે ઓળખાતો કુંજલ પટેલે આત્મહત્યા કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. કુંજલ પટેલે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે શિવસેના પક્ષ તરફથી ઉમેદવારી પણ કરી હતી. કયા કારણોસર આપઘાત કર્યો તે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ પોલીસ પણ આ મામલે તપાસમાં લાગી છે.

અમદાવાદના ગોલ્ડ મેન તરીકે ઓળખાતા અને કાર સીઝર કુંજલ પટેલના આપઘાતા મામલે માધુપુરા પોલીસે આપઘાતની તપાસ હાથ ધરી છે. 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કુંજલ પટેલ ગોલ્ડન કેન્ડિડેટ બનીને ઉભર્યા હતા. તેઓ દરિયાપુરની બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર બન્યા હતા. તેઓ સોનાના ઘરેણા પહેરીને લોકો વચ્ચે વોટ માંગવા નીકળ્યા હતા, જેથી વોટર્સમાં પણ અનેરુ આકર્ષણ સર્જાયુ હતું. ચૂંટણી માટેની એફિડેવિટમાં તેમણે પોતાની પાસે 45 તોલા સોનુ હોવાનું દર્શાવ્યું હતું. જોકે, આ ચૂંટણીમા તેમની હાર થતા ડિપોઝીટ પણ ગૂલ થઈ હતી.

અમદાવાદના ગોલ્ડ મેન કુંજલ પટેલ કાર સિઝિનનો ધંધો કરતો હતો અને તે 2017ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેના પક્ષ તરીકે ઉમેદવારી પણ નોંધાવી હતી. આ ચૂંટણીમાં તે ગોલ્ડન કેન્ડિડેટ તરીકે પોતાનો નવો એક ચહેરો લઈ જનતાની સામે આવ્યો હતો. કુંજલે અગમ્ય કારણોસર આપઘતા કરતા લોકોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે અને કયા કારણોથી તેણે આપઘાત કર્યો છે તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ પણ હાથ ધરી છે.

 

(3:42 pm IST)