Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

સુરતમાં બોગસ બિલિંગ થકી જીએસટી ચોરી કૌભાંડમાં ઝડપાયેલ આરોપી જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી અપાયો

સુરતઃ રાતોરાત કરોડપતિ બનવાના ચક્કર માં અનેક ઠગ લોકો સ્માર્ટ ચિટિંગ કરી અમીર બની મોટી ગાડીઓ લઈને કન્ટ્રકશન ધંધા માં ઝંપલાવી લીલાલહેર કરતા હોય છે પણ જ્યારે ભાંડો ફૂટે ત્યારે શરમ વગર ના ચીટરો ને કોઈ અસર થતી નથી આવાજ એક મોટા કાંડ માં સુરત માં માત્ર કાગળ ઉપર જ 19 કંપની નું ચિતરામણ કરી રૂ. 55 કરોડનું બોગસ બિલિંગ કરવાના મામલે પાંડેસરા માંથી કમલેશ રાઠોડ નામના ઈસમ ની સીજીએસટીએ ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી આ ઇસમ નું નામ જીએસટીના 200 કૌભાંડીઓ ના લિસ્ટ માં હોય ગત મોડી સાંજે અધિકારીઓએ આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યો હતો.આરોપીના પાંડેસરાના ઘર અને ઓફિસ ખાતે તપાસ કરાઇ હતી. આરોપીની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરાતા એપીપી દિપેશ દવેની દલીલો બાદ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. આવા મોટાભાગના કૌભાંડીઓ વરાછા અને અડાજણ પાટિયા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યુ છે એટલું જ નહીં અડાજણ પાટિયા વિસ્તારમાં તો કેટલાક કૌભાંડીઓએ બોગસ બિલિંગ કૌભાંડ આચરી તેમાંથી કમાયેલા નાણાં બાંધકામ ક્ષેત્રે રોકયા હોવાની ચોંકાવનારી બાતમી પણ આવકવેરા વિભાગને મળતા આવા સ્માર્ટ માઈન્ડ ચીટરો ને સકંજામાં લેવા તજવીજ શરૂ થતાં છેતરપીંડી ના નાણાં થી પૈસાદાર હોવાનો દેખાવ કરનારાઓ માં ભારે દોડધામ મચી છે.

(1:26 pm IST)