Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

અમદાવાદમાં ૨૧ જુલાઈએ રથયાત્રા નીકળશે કે નહીં તે અંગે ઘેરા સસ્પેન્સ વચ્ચે ત્રણ રથ સાથે યાત્રા કાઢવાની અને તે દિવસે કર્ફ્યુ લાદવો કે કેમ તેની પણ વિચારણા: મોટાભાગે હાઇકોર્ટ શું નિર્ણય લે છે તેના ઉપર દારોમદાર: હવે એક મહિનો બાકી રહ્યો

દર વર્ષે અમદાવાદમાં નીકળતી જગન્નાથજીની રથયાત્રા કોરોનાવાયરસને લીધે આ વર્ષે પણ નિકળશે કે કેમ તેની ભારે અનિશ્ચિતતા પ્રવર્તે છે. દરમિયાન ત્રણ રથ સાથે રથયાત્રા કાઢવા અંગે ગંભીર વિચારણા થઇ રહ્યાની પણ એક વાત બહાર આવી છે. આ વર્ષે બરાબર એક મહિના પછી એટલે કે ૨૧ જુલાઇના રોજ રથયાત્રા યોજાવાની છે
ગયા વર્ષે ત્રણ રથ સાથે યાત્રા કાઢવાની વાત હતી પરંતુ તે શક્ય બન્યું ન હતું અને મંદિરના પટાંગણમાં જ રથયાત્રા સંપન્ન કરવામાં આવી હતી.
આ વર્ષે રથયાત્રા કાઢવા માટે અને ન કાઢવા માટે કેટલીક રિટ અરજીઓ હાઇકોર્ટ માં થયાનું જાણવા મળે છે. હાઈકોર્ટે આ અંગે શું વલણ અપનાવે છે તેના આધારે તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવાશે તેવી પણ એક વાત બહાર આવી છે.
અત્યારે તો અમદાવાદની રથયાત્રા નિકળશે કે કેમ તે ચર્ચાનો વિષય બની ગયો છે. જો રથયાત્રા કાઢવામાં આવે તો મોહરમના તહેવારો અંગે અને ત્યારબાદ ગણપતિ મહોત્સવ અંગે પણ કોઇ નિર્ણય લેવો પડે તેવી સ્થિતિ સર્જાશે

(12:53 pm IST)