Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

અમદાવાદ એરપોર્ટ પર બેંગલુરુની ગો એરની ફ્લાઈટ સાથે લેન્ડિંગ સમયે બર્ડહિટ : ૧૭૦ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા :બધા હેમખેમ

અમદાવાદ એરપોર્ટ પર  અમદાવાદ આવી રહેલ બેંગલુરુની ગો એરની ફ્લાઈટ સાથે લેન્ડિંગ સમયે બર્ડહિટની ઘટના સર્જાયેલ પરંતુ પાયલોટે સફળ લેન્ડિંગ કરતા ફ્લાઈટમાં બેઠેલા ૧૫૦ આસપાસના  મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 ગો એરની ફ્લાઈટ વહેલી સવારે બેંગલુરુથી અમદાવાદ રવાના થઈ હતી અને સવારે ૭-૭.૩૦ આસપાસ અમદાવાદ એરપોર્ટ પર  લેન્ડ થઈ રહી હતી ત્યારે અચાનક ધડાકા સાથે અવાજ થયેલ. ફ્લાઈટ સાથે બર્ડ હિટ થયું હોવાની માહિતી પાયલોટે પેસેન્જરોને આપી હતી. આ ઘટના વિશે એટીસી અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. બીજી બાજુ, એરપોર્ટ પર ચક્કર માર્યા બાદ એટીસીની મંજૂરી મળતાં પાયલોટે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું

(11:36 pm IST)