Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

રસીકરણ અભિયાનમાં વેક્સિનનો બગાડ મોટી સમસ્યા : રજીસ્ટ્રેશન બાદ પણ 15 ટકા લોકો રસી નથી લેતા !!

અમદાવાદમાં રોજ 3000થી વધુ કરોના વિકસીનના ડોઝનો બગાડ

અમદાવાદ :દેશમાં રસીકરણ તેજ બનાવ્યું છે ગુજરાતમાં પણ રસીકરણ જોરશોરથી થઇ રહ્યું છે તેવામાં  કોરોના વેક્સિનનો બગાડ થવાનો મુદ્દો પર ગરમાયેલો છે. કોરોના રસીના બગાડમાં એક કારણ એ પણ છે એ વાર શીશી ખોલ્યા પછી તેમાંથી નિયત સમયમાં રસીના ડોઝ આપી દેવા પડે છે, નહીતર રસી ફેલ જાય છે અને ફેંકી દેવી પડે છે. પણ રસીનો આ બગાડ થવાનું પણ એક ખાસ કારણ નીકળું છે.

  કોરોના વેક્સિનનો બગાડ થવા પાછળ આ પણ એક કારણ છે, કે રજીસ્ટ્રેશન કરવાનારાઓમાંથી 15 ટકા લોકો રસી લેવા માટે રસીકરણ કેન્દ્ર પર પહોચતા જ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોજ 32,000 સ્લોટ ખુલ્લા મુકાય છે, તેમાં 29,500 જેટલા બુક થાય છે. અને આમાંથી પણ 15 ટકા લોકો રસી લેવા માટે નથી આવતા.

  એક મીડિયા રીપોર્ટ પ્રમાણે કોરોના વેક્સિનની એક શીશીમાં 10 ડોઝ હોય છે. એને તોડ્યા બાદ નિયત સમયમાં વપરાશ ન થાય તો વધેલા ડોઝની રસી ફેલ જાય છે અને શીશી ફેંકી દેવી પડે છે.અમદાવાદ શહેરમાં આ બંને કારણોથી રોજ 3000 થી વધુ કરોના વિકસીનના ડોઝનો બગાડ થાય છે.

(11:05 pm IST)