Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

ઝોખલા ગામ પાસેથી નર્મદા LCB ટીમે રૂપિયા 2.55 લાખના વિદેશી દારૂ સહિતના મુદામાલ સાથે 02 ને ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા પો.સ્ટે.ની હદમાં આવતા ઝોખલા ગામ નજીકથી નર્મદા એલસીબીએ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી બે શખ્સો ને પકડી પાડ્યા છે.
  નર્મદા એલસીબી પી.આઈ.અલ્પેશ પટેલ અને એલસીબી ટીમે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચના મુજબ આજરોજ બાતમીના આધારે નાંદોદ તાલુકના ઝોખલા ગામ તરફ જતા રસ્તા પાસેથી ઇકો ગાડી રજી.GJ - 22 - H - 6977 માં ગુલાબસિંગ ખાનપડ ભાઈ વસાવા (રહે. ગાગર તા.નાંદોદ) નાઓ ગે.કા. વિદેશી દારૂ ના કાચના કવાટરીયા નંગ -૬૭ ભરી લાવી દેવિસિંગ ઉર્ફે દેવો બચુ ભાઇ (રહે. ગામકુવા, તા.નાંદોદ) ને આપતા દારૂનો મુદામાલ રૂ.૬૭૦૦ બે મોબાઇલ કિ.રૂ ૧૦,૦૦૦ રોકડા રૂ.૪,૧૦૦ ઇકો ગાડી ની કિ.રૂ ૧,૦૦,૦૦૦ તથા રજી. નંબર વિનાની એક્ટીવા ની કિ.રૂ. ૩૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૨,૫૫,૮૦૦ ના મુદામાલ સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડી તેમજ માલ આપનાર સીતારામ ભારજી ભાઈ વસાવા,રહે.ધોલેખામ જી.ભરૂચ ને વોન્ટેડ જાહેર કર્યો છે.

(10:48 pm IST)