Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

નાંદોદ તાલુકાના કરાઠા ગામની દુકાન તથા લાછરસ ગામના ઘરમાંથી રૂ.54,400 ની ચોરી થતા ગ્રામજનોમાં ગભરાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકના કરાઠા ગામની દુકાનમાંથી તેમજ લાછરસ ગામના બંધ મકાન માંથી ચોરીની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે.
  પ્રાપ્ત વિગતો અનુસાર વિરલકુમાર ચંદ્રકાંતભાઈ પટેલ (રહે.કરાઠા મંદિરફળીયુ) ની ફરીયાદ મુજબ કોઇ અજાણ્યા ત્રણ ચોરોએ તેમની દુકાનના પાછળના પ્રવેશ દ્રારના દરવાજાનો નકુચો તોડી ટેબલના ડ્રોવરમા મુકેલ રોકડા રૂપિયા.૮૦૦૦  તથા વિમલના બે પેકેટ કિ.રૂ.૨૦૦  તથા તમાકુ ના બે પેકેટ કિ.રૂ.૨૦૦ કુલ રૂપિયા ૮૪૦૦ ની મતાની ચોરી કરી નાસી ગયા હતા,જયારે નાંદોદ તાલુકના લાછરસ ગામના ગિરીશ ભાઇ રમણભાઇ દેસાઈની ફરીયાદ મુજબ તેઓ તેમની પત્ની સાથે ઘર બંધ કરી વડોદરા તેમની દીકરીને ત્યાં ગયા હતા ત્યારે તેમના બંધ ઘરનો કોઈ અજાણ્યા ચોરએ દરવાજાનો નકુચો તોડી ઘરમા મુકેલ તિજોરીનુ લોક તોડી લોકરમાં મુકેલ સોના ચાંદીના સીકકા જેની કુલ કિં.રૂ.૪૬.૦૧૦ ની મત્તાની ચોરી કરી લઈ જઈ જતા રાજપીપળા પોલીસે બંને ચોરી બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:47 pm IST)