Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

કોરોનાની સારવાર માટે ભારતની સૌપ્રથમ દવા તૈયાર : ગ્લેનમાર્કે બનાવી ફેબીફલુ .ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર .103 પ્રતિ ટેબ્લેટ મળશે

DGCIએ ફેબિફલૂના ઉત્પાદન અને માર્કેટિંગની મંજૂરી આપી

અમદાવાદ : કોરોના વાયરસની સારવાર માટે દવા કંપની ગ્લેનમાર્ક ફાર્માએ એન્ટીવાયરલ દવા તૈયાર કરી છે. ગ્લેનમાર્કની દવા ફેવિપિરાવિરને ફેબિફ્લુ બ્રાન્ડથી રજૂ કરવામાં આવી છે. દેશની મુખ્ય દવા કંપનીએ આજે આ માહિતી આપી હતી. કંપનીએ ગઈકાલે જણાવ્યું હતું કે DGCI તરફથી ફેબિફલૂ દવાના નિર્માણ અને માર્કેટિંગની મંજૂરી અપાઈ છે.

  ગ્લેનમાર્ક ફાર્માએ જણાવ્યું હતું કે ફૈબીફલૂ કોવિડ 19ની સારવાર માટેની ફેવિપિરાવિર દવા છે. જોકે આ દવા તમામ લોકો માટે નથી પરંતુ કોરોનાની હળવી અસર ધરાવનાર દર્દીઓ માટે અકસીર સાબિત થઇ શકે છે. ગ્લેનમાર્ક ફાર્માના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર ગ્લેન સલ્દાહે કહ્યું હતું કે ભારતમાં અગાઉની સરખામણીએ કોરોના વાયરસના કેસ ઘણા વધ્યા છે જેથી આપણી આરોગ્ય સેવા ઘણા દબાણ હેઠળ કામ કરી રહી છે તેવા સમયે જ આ દવાને મંજૂરી મળી છે.

  વધુમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે ફેબીફ્લુ જેવી અસરકારક દવાને કારણે કોરોનાના વધતા દબાણને ઘટાડવામાં ખૂબ જ મદદ મળશે. સલદાન્હાએ કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલ્સમાં, ફેબીફ્લુએ કોરોના વાયરસના હળવા ચેપથી પીડાતા દર્દીઓ પર ખૂબ સારા પરિણામો દર્શાવ્યા છે.ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર આ દવા રૂ.103 પ્રતિ ટેબ્લેટ મળશે. કોરોનાની સારવાર માટેની ભારતની આ સૌપ્રથમ દવા છે. આ દવા હૃદયરોગ અને ડાયાબિટીસ ધરાવતા દર્દીઓને આપી શકાય છે તેમજ ચાર દિવસની અંદર શરીરમાં વાયરલ લોડ ઓછો કરે છે. પ્રથમ દિવસે ફેબીફલૂનાં 1800 MGના બે ડોઝ લેવાના રહેશે જ્યારે 14 દિવસ સુધી 800 MGના બે ડોઝ લેવાના રહેશે.

(9:23 pm IST)