Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

સાંતલપુરના ગોખાતર ગામે જૂની અદાવતને લઈને બે કોમના લોકો બાખડ્યા:સામસામે અથડામણ સર્જાતા બે મહિલા ઈજાગ્રસ્ત

સાંતલપુર: તાલુકાના ગોખાતર ગામે જૂની અદાવતને લઈ શુક્રવારના દિવસે બે કોમના લોકો તિક્ષ્ણ હથિયારો લઈ ઈસમ સામે આવી જતા બન્ને કોમ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં ત્રણ પુરુષ અને બે મહિલાને ઈજા થતા વારાહી ખાતે આવેલ સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોખતર ગામે પાંચ મહિના અગાઉ પ્રેમ પ્રકરણને લઈને ઠાકોર અને મલેક સમાજના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી. કોઈ અનિચ્છનીય ઘટના બને તેને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાય ોહતો. પરંતુ આ ઘટનાને લઈ આજે બપોરે ફરી બન્ને કોમોના લોકો તિક્ષ્ણ હથિયારો લઈ સામસામે આવી જતા લોહિયાળ જંગ ખેલાયો હતો. જેમાં કુવરાભાઈ મેહાભાઈ ઠાકોર ઉ.વ.૫૦, સેધા કુવરાભાઈ ઠાકોર ઉ.વ.૩૫, શૈલેષ હરચદભાઈ ઠાકોર ઉ.૩૫, ગંગાબેન કુવરાભાઈ ઠાકોર ઉ.૪૮ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ દ્વારા વારાહી સરકારી દવાખાને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. અહી તેમને પ્રાથમિક સારવાર આપી હતી. ઈજાગ્રસ્તોને ગંભીર જણાતા તમામને વધુ સારવાર અર્થે ધારપુર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જૂની અદાવતને લઈ ગોખાતર ખાતે બપોરે બે કોમ વચ્ચે સર્જાયેલ અથડામણ બાદ વારાહી પોલીસ ગોખતાર ગામે પહોંચી અને તપાસ હાથ ધરી હતી.

(6:11 pm IST)