Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

સુરતના ઈચ્છાપોરમાં ઘર બહાર બેઠેલ દંપતી પૈકી મહિલા પર અજાણ્યા વાહન ચાલકે કાર ચઢાવી દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત: શહેરના ઈચ્છાપોરમાં આજે વહેલી સવારે ઘરની બહાર બેઠેલા દંપતી પૈકી મહિલા પર કાર ચઢાવી દેતા ગંભીર ઇજા થઇ હતી, જેથી ગંભીર ઇજા પામેલી મહિલાનું મોત નિપજયું હતું. જ્યારે તેમના પતિનો ચમત્કારિક બચાવ થયો હતો.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઈચ્છાપોરમાં ખડી મહોલ્લોમા રહેતા 50 વર્ષીય મણીબેન દિનેશભાઈ રાઠોડ તથા તેના પતિ સાથે ગઈકાલે રાત્રે ઘરની બહાર સુતા હતા. જોકે, આજે વહેલી સવારે મીઠી નિંદર માણી રહેલા દંપતી પૈકી મહિલાના પગ પર ફોર વ્હીલ ચઢાવી દેતા ગંભીર ઇજા થઇ હતી જોકે તેમની બાજુમાં સૂતેલા તેમના પતિ ચમત્કારિક બચાવ થયો હતો.

(6:07 pm IST)