Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

પત્નીના પડખામાં સુતેલી સાવકી સગીર દીકરીને બાજુના રૂમમાં ઉપાડી જઈને કામાંધ પિતાએ આચર્યું દુષ્કર્મ :ચકચાર

મોડી રાત્રે નરાધમે પીંખી નાખી :પીડીતાએ હાથ પકડતા જાગી ગયેલી નાની બહેનને ચૂપ રહેવા ધમકાવી હેવાન પિતાએ દુષ્કર્મ આચર્યું

   સુરત :સુરતના કીમ નજીક પીપોદરા દાળમિલ નજીક કામાંધ પિતાએ સંબધોની હદ પાર કરી પત્નિ સહિત પરિવારજનોની હાજરીમાં મોડી રાત્રે સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચર્યાની  કોસંબા પોલીસ મથકે સગા બાપ સામે બળાત્કારનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ હતી.

 આ અંગે મળતી માહિતી મુજબ પીપોદરાના કોહીનુર નગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં પાંચ ભાઇ બહેનો છે. પતિ પત્નીના પડખે સુતેલી સાવકી દિકરીને કામાંધ પિતાએ ઉપાડી હતી. ગભરાઇ ગયેલી પીડિતાએ બાજુમાં સુતી નાની બહેનનો હાથ પકડ્યો હતો. ત્યારે નાની બહેન જાગી જતા પિતાએ ચુપ રહેજે અને ધમકાવી હાથમાં લોખંડનો સળિયો લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી મોઢું દબાવી ઉચકીને બાજુના રૂમમાં લઇ ગયો હતો. જ્યાં કામાંધ પિતાએ પોતાની પુત્રી ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

 સાવકા બાપની કરતુતથી હેબતાઇ જઇ માતાને બાપની હેવાનિયતની વાત નહીં કરી અને બીજા દિવસે નજીક રહેતી પોતાની માસીને જાણ કરતા જેના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. જોકે, પીડિતાએ મુળ વતનમાં પણ બેવાર હેવાન સાવકા પિતાએ ભોગવી હોવાનું કબુલાત ઇજ્જત જવાના વાંકે કોઇને વાન નહીં કરી નરાધમના તાબે થઇ જતી હતી. મંગળવારની ઘટના બાદ માસીએ કોસંબા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતા એક તબક્કે પોલીસ પણ ચોકી ગણ હતી. કોસંબા પોલીસે ફરિયાદ નોંધી છે

(10:48 pm IST)