Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

૭૦ ટકા રોગ પ્રતિકારક શકિત આંતરડામાંથી જ મળી જાય છે

આરોગ્યવર્ધક આંતરડાં દીર્ઘાયુષ્ય પ્રદાન કરે છે : પ્રોબાયોટિક ફર્મેન્ટેડ મિલ્ક ડ્રિંક યાકુલ્ટ દ્વારા આંતરડાં અને રોગ પ્રતિકારક શકિત વધારવાનો સંદેશ ફેલાવાયો

અમદાવાદ,તા.૨૦ : આપણા શરીરમાં ૭૦ ટકા રોગ પ્રતિકારક શકિત પેટના આંતરડામાંથી જ મળી રહે છે, કારણ કે, ખોરાક સીધો આંતરડામાં જતો હોય છે અને તેની ચયાપચયની પ્રક્રિયા ત્યાંથી જ થતી હોય છે, તેથી શરીરના અંગોમાં આંતરાડનું મહત્વ સહેજપણ ઓછુ આંકવુ જોઇએ નહી, ઉલ્ટાનું તે બહુ કિંમતી અને આરોગ્યવર્ધક આંતરડા દીર્ઘાયુષ્ય પ્રદાન કરતું અંગ છે એમ યાકુલ્ટ ડેનોન ઈન્ડિયા પ્રા. લિ.એ દુનિયાભરમાં આરોગ્ય અને ખુશી સુધારવાની તેની મુખ્ય ફિલોસોફીની રેખામાં વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત પ્રોબાયોટિક ફર્મેન્ટેડ મિલ્ક ડ્રિંક યાકુલ્ટના આરોગ્યના લાભો પર અમદાવાદમાં યોજાયેલા માહિતીસભર અને વિચારપ્રેરક સત્ર દરમ્યાન યાકુલ્ટ ડેનોન ઈન્ડિયા પ્રા. લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મિનોરૂ શિમાદા અને સાયન્સ તેમ જ રેગ્યુલેટરી અફેર્સનાં હેડ ડો. નીરજા હજેલાએ જણાવ્યું હતુ. આ પ્રસંગે પ્રોબાયોટિક ફર્મેન્ટેડ મિલ્ક ડ્રિંક યાકુલ્ટ દ્વારા આંતરડાં અને રોગ પ્રતિકારક શકિત વધારવાનો સંદેશ અને સામાજિક જાગૃતિ ફેલાવવાનો પણ ઉમદા પ્રયાસ થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યાકુલ્ટ ૮૦ વર્ષથી વધુનો વારસો ધરાવે છે અને ૩૯ દેશ અને પ્રદેશોમાં ૪૦ મિલિયનથી વધુ લોકો તેના આરોગ્યના લાભોને જોતાં તેનું સેવન કરે છે. યાકુલ્ટમાં અમે ભારત જેવા દેશમાં મોટી ચિંતા બની છે તે ખાસ કરીને આંતરડાંના આરોગ્ય સાથે લોકોનું આરોગ્ય સુધારવા માટે વચનબદ્ધ છીએ. આરોગ્યવર્ધક આંતરડાં એટલે દીર્ઘાયુષ્ય અને રોગને ઊગતો ડામવો સારો એ સિદ્ધાંતને આધારે યાકુલ્ટમાં ૬.૫ અબજ યાકુલ્ટના અજોડ પ્રોબાયોટિક જીવાણુ નામે લેક્ટોબેસિલસ કેસે સ્ટ્રેન શિરોટા (એલસીએસ) છે, જે પાચન સુધારવામાં મદદ કરે છે અને રોગ પ્રતિરોધકતા નિર્માણ કરવામાં મદદ કરે છે. તે એક વર્ષથી વધુના બાળક સહિત બધા જ સેવન કરી શકે છે. ગ્રાહકોએ રોજના આહારનો તેને હિસ્સો બનાવવા જોઈએ, જેથી તેમને ખાદ્યમાંથી મહત્તમ પોષણ મળી શકે છે. આંતરડાંના આરોગ્યના મહત્ત્વને આલેખિત કરતાં યાકુલ્ટ ડેનોન ઈન્ડિયા પ્રા. લિ.ના સાયન્સ અને રેગ્યુલેટરી અફેર્સનાં હેડ ડો. નીરજા હજેલાએ ઉમેર્યું હતું કે, આંતરડું સૌથી વધુ અવગણનાં કરાતાં અવયવમાંથી એક છે, પરંતુ માનવી આરોગ્ય અને સ્વાસ્થ્ય કલ્યાણનાં દરેક પાસાં માટે તે સૌથી મહત્ત્વપૂર્ણ અંગ છે. કમજોર આંતરડાનું આરોગ્ય મોટાભાગના રોગોનું મૂળ કારણ હોય છે. મોટા ભાગના લોકો આંતરડું ખાદ્યના પાચન અને પોષકોની શોષકતા સાથે સંકળાયેલું હોવા સાથે સૌથી મોટું રોગ પ્રતિરોધક અવયવ છે, કારણ કે આશરે ૭૦ ટકા રોગ પ્રતિરોધકતા અહીં જોવા મળે છે એ વિશે બહુ ઓછા લોકો વાકેફ છે. એટલું જ નહીં, આંતરડાંમાં આશરે ૧.૫ કિગ્રા જીવાણુ હોય છે, જે આરોગ્યવર્ધક આંતરડાની ખાતરી રાખવામાં મહત્ત્વપૂર્ણ છે. લાભકારી જીવાણુમાં કમજોર અને અસંતુલિત આહાર, તાણ, પ્રદૂષણ અને એજીઈંગથી ઘટાડો પાચન પર નકારાત્મક પ્રભાવ પાડે છે અને રોગોનાં જોખમો વધે છે. યાકુલ્ટ તેના પ્રોબાયોટિક એલસીએસ સાથે પ્રોબાયોટિક ફર્મેન્ટેડ મિલ્ક ડ્રિંક હોઈ ઉત્તમ પાચન અને રોગ પ્રતિરોધકતા માટે લાભકારી જીવાણુઓને વધારવામાં મદદ કરે છે. સૌથી મોટું સમુદાય આધારિત અધ્યયન કોલકતામાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોલેરા એન્ડ એન્ટરિક ડિઝીઝીઝ (એનઆઈસીઈડી) ખાતે ૧-૫ વયવર્ષના આશરે ૪૦૦૦થી વધુ બાળકોમાં હાથ ધરાયું હતું. આ અધ્યયનમાં સામે આવ્યુ કે, ૧૨ સપ્તાહ સુધી યાકુલ્ટનું સેવન અતિસારમાં ૧૪ ટકા ઘટાડો કર્યો હતો. યાકુલ્ટનું નિયમિત સેવન કરવાથી ઝાડા સાફ થવામાં સુધારણા થાય છે અને પાચનના વિકારોનું જોખમ ઓછું થાય છે. યાકુલ્ટ રોગ પ્રતિરોધકતામાં મદદરૂપ થવા માટે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ છે અને સામાન્ય શરદી, ખાંસી અને એલર્જીઓનું જોખમ દૂર કરે છે.

યાકુલ્ટ હવે બે પ્રકારમાં મળશે, જેમાં સિગ્નેચર યાકુલ્ટ અને યાકુલ્ટ લાઈટ ઓછા શગર સાથે અને વિટામિન ડી અને ઈના ઉમેરા સાથે મળે છે. ભારત જેવા દેશમાં વિટામિન ડી માટે જરૂરને ઓળખતાં અમે તેમાં નવો પ્રકાર ઉમેરવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભરૂચ અને અંકલેશ્વરમાં યાકુલ્ટ ૩૩૦થી વધુ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે.

(10:00 pm IST)