Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કાસોર-મલતાજ રોડ પર 10 લાખ આપવાની લાલચ આપી 2 લાખની લૂંટ ચલાવનાર 3 વિરુદ્ધ ફરિયાદ

કાસોર:કાસોર-મલાતજ રોડ ઉપર આરપાર દેખાય તેવા ગીરો મૂકેલા અજાયબીવાળા ચશ્મા છોડાવવા માટે બે લાખની જરૂરીયાત સામે ચશ્મા વેચીને ૧૦ લાખ આપવાની લાલચ આપીને ચકલાસીના એક વ્યક્તિને બોલાવીને લાકડાના ડંડા બતાવીને ધાકધમકી આપી બે લાખની લૂંટ કરીને ફરાર થઈ જનાર ત્રણ શખ્સો વિરૂધ્ધ સોજીત્રા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ પૈકી બે શખ્સોએ ગઈકાલે અરજીની તપાસ માટે ગયેલી સોજીત્રા પોલીસ ઉપર હુમલો કરીને એક પોલીસ જવાનને માર માર્યો હતો. 

પ્રાપ્ત વિગતો અનુસાર ચકલાસીના ગમનપુરા ખાતે રહેતા અને ટેમ્પી ચલાવીને ગુજરાન ચલાવતા રઈજીભાઈ જશભાઈ વાઘેલાના આણંદ ખાતે રહેતા મિત્ર રણજીતસિંહ રાઠોડ મારફતે મલાતજ ગામે રહેતા મુકેશભાઈ જલાભાઈ ઠાકોરનો સંપર્ક થયો હતો. જેણે પોતાની પાસે આરપાર અને રાત્રે પણ દેખાય તેવા ચશ્મા છે અને આ ચશ્માની હાલમાં ૨૫ લાખ રૂપિયા કિંમત ઉપજે તેવી છે. જે ચશ્મા બે લાખમાં ગીરો પડ્યા છે. 

(5:46 pm IST)