Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ઠાસરા તાલુકાના વિજોલ તેમજ નડિયાદમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 19 શકુનિઓની ધરપકડ કરી

ઠાસરા: તાલુકાના વીંઝોલ તેમજ નડિયાદમાં ચાલતાં જુગારધામ પર જે તે પોલીસે દરોડા પાડી જુગાર રમતાં કુલ ૧૯ જુગારીઓને ઝડપી પાડી કુલ ૫૯,૧૦૦ નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ વીંઝોલ ગામની સીમમાં આવેલ મંદિર નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે ડાકોર પોલીસની ટીમ દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. જો કે પોલીસે પત્તાપાનાનો જુગાર રમતાં ૧૩ જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં પરેશકુમાર રાણા , કનુભાઈ રાણા, દિનેશભાઈ રાણા, દિનેશભાઈ ઠાકોર, મેહુલ રાણા, પરેશ રાણા, હેમાંગ રાણા , ભાવેશ રાણા , હાર્દિક રાણા , ગોપાલભાઈ રાણા, ધવલભાઈ મિયાત્રા , ભરતભાઈ રાણા અને અનીલ રાણાનો સમાવેશ થાય છે. પકડાયેલા જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૩૫,૨૦૦, દાવ પરથી રૂ.૨૬૦૦ તેમજ ૧૧ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૨૦,૫૦૦ મળી કુલ રૂ.૫૮,૩૦૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી પકડાયેલા તમામ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:46 pm IST)