Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ખેડા જિલ્લામાં સર્જાયેલ જુદા-જુદા ત્રણ અકસ્માતોમાં 2 મોતને ભેટ્યા:એકને ગંભીર ઇજા

ખેડા: જિલ્લામાં કમળા, ગુતાલ તેમજ વડાલા પાટીયા નજીક સર્જાયેલા જુદા-જુદા ત્રણ માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિઓના મોત થયાં હતાં. જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળેલ છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના નાયકા ગામમાં રહેતાં ચેતનભાઈ જીવાભાઈ બેલદાર (ઉં.વ ૩૬) ગતરોજ બપોરના સમયે અમદાવાદ-ખેડા રોડ પર આવેલ વડાલા પાટીયા નજીકથી ચાલતાં જઈ રહ્યાં હતાં. તે દરમિયાન માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ કોઈ અજાણ્યા વાહને ચેતનભાઈને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં ચેતનભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોઈ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે લાખાભાઈ કાબાભાઈ ભરવાડની ફરીયાદને આધારે ખેડા ટાઉન પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

(5:45 pm IST)