Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

માણસા તાલુકાના અનોડીયા ગામે ખેતીની જમીનમાં છેતરપિંડી આચરી ખોટા દસ્તાવેજ બનાવનાર વિરુદ્ધ ગુનો દાખલ

માણસા:તાલુકાના અનોડીયા ગામની સર્વે નંબર ૨૨૫-૩ વાળી ખેતીની જમીન તેના ખાતેદાર માનસિંહ ઉદેસિંહ રાઠોડના નામે ચાલતી હતી. આ જમીનને આવા ભળતા જ નામવાળા માનસિંહ ઉદેસિંહ ઠાકોર (રાઠોડ) રહે. અનોડીયા અને વિક્રમસિંહ રણજીતસિંહ રાઠોડ, રહે. પુંધરાવાળાઓએ ભેગા મળી વિક્રમભાઈ કેશવલાલ પટેલ, રહે પોર જિલ્લો ગાંધીનગરવાળા અને હાલ જમીન પોતાની માલિકીની હોવાનું કહી  તેનો સાત બારનો ઉતારો બતાવી તેમને વિશ્વાસમાં લઈ વેચાણ આપવાનું નક્કી કરી વેચાણ કરાર જેવો ખોટો દસ્તાવેજ બનાવી તેમાં ફોટો લગાવી સહીો કરી વેચાણ આપી અને રૃપિયા પાંચ લાખ રોકડા લઈ લીધા હતા અને આ જમીન ખરીદી કર્યા બાદ જ્યારે તેઓ ખેતરમાં ગયા ત્યારે તેમની મુલાકાત ત્યાં એક વ્યક્તિ સાથે થતા તેની પૂછપરછ કરતા તેઓએ આ જમીન પોતાની માલિકીનું હોવાનું જણાવતા સમગ્ર વાતનો ભાંડો ફુટયો હતો અને મૂળ માલિક જેવું જ નામ તેને વેચાણ આપનારનું મિલકતના ઉતારામાં હોવાના કારણે તેમની સાથે છેતરપીંડી થઈ હોવાની જાણ થઈ હતી અને તેઓએ આ બાબતે ઉપરોક્ત બંને ઈસમોને પુછતા ઉલટાનું તેઓએ આઠ વર્ષ સુધી ગોળ ગોળ ફેરવી જમીનના પૈસા ભૂલી જવાનું કહેતા ભોગ બનનારે ગાંધીનગર એલસીબીમાં ફરિયાદ આપી હતી.

(5:44 pm IST)