Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ગાંધીનગરના ઘોળેશ્વર રોડ નજીક ખોદકામની પ્રવૃત્તિ હાથ ધરાતા વાહન ચાલકોને અકસ્માતનો ભય વધ્યો

ગાંધીનગર:શહેર નજીક આવેલા ધોળેશ્વર મહાદેવ માર્ગ ઉપર તંત્ર દ્વારા થોડા સમય અગાઉ ખોદકામની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. હાલમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે. ત્યારે જે પ્રકારે ખોદકામ કરવામાં આવ્યું છે. તેના પગલે અવર જવર કરતાં વાહનચાલકો તેમજ આ માર્ગ ઉપર આવેલી શાળાના વિદ્યાર્થીઓને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

ચોમાસાની મોસમમાં આમ તો ખોદકામની પ્રવૃત્તિ કરવા સામે મનાઇ હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવતાં અવાર નવાર લોકોને અકસ્માતનો ભોગ પણ બનવું પડતું હોય છે. ખોદકામ કર્યા બાદ યોગ્ય પુરાણ નહીં થતાં વરસાદી સીઝનમાં માટી બેસી જવાની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે શહેર નજીક આવેલા ધોળેશ્વર માર્ગ ઉપર તાજેતરમાં તંત્ર દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. 

(5:43 pm IST)
  • 'વ્હેલની ઉલટી' તરીકે ઓળખાતા ૧.૭ કરોડના અંબર સાથે કચ્છનો લલીત વ્યાસ મુંબઈમાંથી ઝડપાયો મુંબઈના ઘાટકોપરમાંથી પોલીસે ૧ કરોડ ૭ લાખની કિંમતનું ૧.૧૩ કિ.ગ્રા. અંબર જપ્ત કર્યુ છે : આ માલ કચ્છનો લલીત વ્યાસ (ઉ.૪૪) મુંબઈમાં વેચવા આવ્યો હતો : લલીતે નાગપુરના ૫૨ વર્ષીય રાહુલ દુપારેને અંબરનો જથ્થો આપ્યો હતો : સમુદ્રનો ખજાનો કે તરતુ સોનુ ગણાય છે અંબર access_time 5:51 pm IST

  • ૨૧ થી વધુ આઇએએસ-આઇપીએસ અધિકારીઓની બદલીના ભણકારા : રાજયના સીનીયર અધિકારીઓના ટુંક સમયમાં બદલીના ઓર્ડરો આવી શકે છેઃ ૧૮ કલેકટર, ૨૨ જીલ્લા વિકાસ અધિકારીઓ બદલાશે access_time 3:45 pm IST

  • કાશ્મીર ખીણમાં ફરી મોટો આતંકી હુમલો તોળાઇ રહયો છે : કાશ્મીર ઘાટીમાં ફરી હુમલો થઇ છેઃ ગુપ્તચર સંસ્થાઓએ એલઇડી વિસ્ફોટના આપ્યા ઇનપુટઃ આતંકી મુસાની હત્યાનો બદલો લેવા થઇ શકે છે હુમલોઃ અર્ધલશ્કરી દળો અને પોલીસને અપાયું એલર્ટ access_time 3:25 pm IST