Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કતારગામમાં યાર્ન ખરીદી 17.81 લાખ પરત ન કરતા હીરાના વેપારીની દલાલ વિરુદ્ધ ફરિયાદ

કતારગામ:નંદુડોશીની વાડીમાં અગાઉ લુમ્સનું કારખાનું ધરાવતા પરંતુ બાદમાં તે વ્યવસાય બંધ કરી હવે હીરા દલાલીનું કામ કરતા નાનપુરા ટીમલીયાવાડના આધેડને પરિચિત યાર્ન દલાલે યાર્નના ધંધામાં રોકાણ કરાવી તેમ જ તેમના મારફતે યાર્ન ખરીદી કુલ રૂ.૧૭.૮૧ લાખ પરત નહીં કરતા આખરે હીરા દલાલે યાર્ન દલાલ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ નાનપુરા ટીમલીયાવાડ મખ્ખન ભોગની સામે દેના પરિવાર એ/૩ માં રહેતા ૫૦ વર્ષીય સંક્ષિપ્ત ઉર્ફે મિલનભાઈ સેવંતીભાઇ મહેતા અગાઉ કતારગામ નંદુડોશીની વાડી મુનીબ એસ્ટેટમાં લુમ્સનું કારખાનું ધરાવતા હતા. પરંતુ બાદમાં તે ધંધો બંધ કરી તેમણે હીરાદલાલીનું કામ શરૂ કર્યું હતું. તે લુમ્સનું કારખાનું ધરાવતા હતા તે સમયે તેમનો પરિચય ઉધના ચાર રસ્તા ખાતે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતા રાજેશ કે મહેતા ( રહે. મકાન નં.૩૩, અષ્ટવિનાયક રો હાઉસ, પરશુરામ ગાર્ડનની બાજુમાં, અડાજણ, સુરત ) સાથે થયો હતો. મે ૨૦૧૨ માં રાજેશભાઈ મહેતાએ સંક્ષિપ્તભાઈને યાર્નના ધંધામાં રોકાણ કરવા માટે જણાવતાં તેમણે રૂ.૧૧.૮૫ લાખનું રોકાણ કર્યું હતું તેમજ તેમના મારફતે રૂ.૫,૯૬,૧૦૭ ની કિંમતના યાર્નની ખરીદી પણ કરી હતી.

(5:43 pm IST)
  • 'વ્હેલની ઉલટી' તરીકે ઓળખાતા ૧.૭ કરોડના અંબર સાથે કચ્છનો લલીત વ્યાસ મુંબઈમાંથી ઝડપાયો મુંબઈના ઘાટકોપરમાંથી પોલીસે ૧ કરોડ ૭ લાખની કિંમતનું ૧.૧૩ કિ.ગ્રા. અંબર જપ્ત કર્યુ છે : આ માલ કચ્છનો લલીત વ્યાસ (ઉ.૪૪) મુંબઈમાં વેચવા આવ્યો હતો : લલીતે નાગપુરના ૫૨ વર્ષીય રાહુલ દુપારેને અંબરનો જથ્થો આપ્યો હતો : સમુદ્રનો ખજાનો કે તરતુ સોનુ ગણાય છે અંબર access_time 5:51 pm IST

  • રાજ્યમાં સિંહોના અકાળ મૃત્યુનો મામલો :કોર્ટ મિત્રનો ચોકાવનારો રીપોર્ટ રજૂ :સિંહોના મોત થતા હોવાથી રાતની ટ્રેનો બંધ કરવી જોઈએ :અભયારણ્યમાં ખુલ્લા કુવાની આસપાસ દીવાલ કરવાની બાકી રેલેવે ટ્રેક પાસે ફેન્સીંગ કરવાથી સિંહોને અગવડરૂપ :ગીરમાં ટ્રેનોની ઝડપ ઘટાડવાની જરૂરીયાત access_time 2:28 pm IST

  • સૌરાષ્ટ્ર-કચ્છના મુસ્લિમ અગ્રણી સુલેમાનભાઈ સંઘારનો ઇન્તેકાલ સૌરાષ્ટ્ર-કચ્છના મુસ્લિમ અગ્રણી સુલેમાનભાઈ સંઘારનો ઇન્તેકાલ "રાત્રે 10 વાગ્યે તેઓની દફનવિધિ સદર કબ્રસ્તાનમાં રાખેલ છે તેમ હબીબ કટારીયાએ જણાવ્યું હતું access_time 8:06 pm IST