Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

વડોદરામાં સવા લાખ રૂપિયાની લાંચ લેતા ટાઉન પ્લાનરની અરજી અદાલતે નામંજૂર કરી

વડોદરા:પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ ઇશ્યૂ કરવા માટે સવા લાખ રૃપિયાની લાંચ લેતા  પકડાયેલા વુડાના જુનિયર ટાઉન પ્લાનરની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે. 

આ અંગેની વિગત એવી છે કે, પાદરામાં એક સ્કૂલનું બાંધકામ કરવાનું હોય આર્કિટેકટ એન્જિનિયર દ્વારા  વુડામાં અરજી કરી પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટની માંગણી કરવામાં આવી હતી. આ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવા માટે સવા લાખની લાંચ લેતા વુડાના જુનિયર ટાઉન પ્લાનર શૈલેષ રામજીભાઇ પટેલ (રહે. કમળાપાર્ક સોસાયટી, હરણી વારસીયા રીંગરોડ) અને વુડાના સી.ઇ.એ. નિલેશ ચંદ્રકાંતભાઇ શાહ (રહે. બંસરીપાર્ક આણંદ) એ.સી.બી.ના હાથે ઝડપાઇ ગયા હતા. રિમાન્ડ પૂરા થયા પછી હાલમાં બંન્ને આરોપીઓ જેલમાં છે. આરોપી એસ.આર. પટેલે જેલમાંથી બહાર આવવા માટે સેશન્સ  કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી ન્યાયાધીશે નામંજૂર કરી છે. અદાલતે પોતાના ચુકાદામાં નોંધ્યુ હતું કે તપાસ હાલમાં પ્રાથમિક તબક્કે છે. અને તપાસ ચાલુ છે અને જો જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડા થાય તેમ  છે. 

(5:41 pm IST)