Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ધોરણ-૬ થી ૮ના (NCERT)ના પાઠયપુસ્તકોની હજુ પણ અછત

એનસીઇઆરટીનું પોર્ટલ એક સપ્તાહથી ઠપ હોવાની વેપારીઓની ફરિયાદ

અમદાવાદ, તા.૧૦: અમદાવાદ શહેરની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ થઇ ગયું હોવા છતાં ગુજરાત બોર્ડ અને સીબીએસઇ બોર્ડના ધોરણ ૬ થી ૮ના હજારો વિદ્યાર્થીઓ પાઠયપુસ્તકોથી આજે પણ વંચિત હોવાનું જાણવા મળે છે, જેનું મુખ્ય કારણ એનસીઇઆરટીના પાઠયપુસ્તક સપ્લાય કરવાની સીસ્ટમ હોવાનું જણાવાય છે.

ગત મે મહિનાના પહેલા સપ્તાહમાં ડીમાન્ડ કરતાં ઓછાં પુસ્તકો આવ્યા બાદ દોઢ મહિના સુધી વેકેશનમાં નવાં પાઠયપુસ્તકો માટે પોર્ટલ ખોલાતાં વિદ્યાર્થીઓ માટે પોર્ટો ન ખોલાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અત્યારે પુસ્તકો વગર હેરાનગતિ ભોગવી રહ્યા છે. ગુજરાત બોર્ડ દ્વારા હવે ધોરણ ૧ થી ૮માં એનસીઇઆરટીના મેથ્સ અને સાયન્સ લાગુ કરી દેવાયાં છે તેમજ ગત વર્ષે ધોરણ ૯ અને ૧૧ સાયન્સમાં મેથ્સ, સાયન્સ અને અંગ્રેજીમાં એનસીઇઆરટીનો અભ્યાસક્રમ લાગુ કરાયા બાદ આ વષે ધોરણ ૧૦માં મેથ્સ સાયન્સ અને અંગ્રેજીમાં એસીઇઆરટી લાગુ કરાયું છે જયારે ગુજરાતી માધ્યમમાં મેથ્સ અને સાયન્સ બદલાયા છે.  એનસીઇઆરટીના દેશમાં  પાંચ ડેપો છે, જેમાં ગુજરાતમાં અમદાવાદ ડેપો પરથી પુસ્તકો સપ્લાય થાય છે. એનસીઇઆરટી સિસ્ટમ મુજબ તેમના પાર્ટલ પર વેપારીઓએ દરરોજ ચેક કરતાં રહેવાનું હોય છે અને પોર્ટલ પર પુસ્તકોના ઓર્ડર આપવાની સૂચના મળે ત્યારબાદ જ વેપારીઓએ પુસ્તકોનો ઓર્ડર આપવાનો હોય છે એટલું જ નહીં, એનસીઇઆરટી પાસે જેટલી સંખ્યામાં સ્ટોક હોય તેટલી જ સંખ્યામાં ઓર્ડર આપી શકાય. આ ઓર્ડર ચાર દિવસમાં જ આપવાનો હોય છે, જો ચાર દિવસમાં ઓનલાઇન ઇન્ડેન્ટ ભરીને ઓર્ડર ન આપે તો પછી ચેક બીજા મહિને ઓર્ડર આપી શકાય.

પુસ્તકોના વેપારી નરેશ શાહે જણાવ્યું હતું કે જીસીઇઆરટીનું સર્વર પણ છેલ્લા એક અઠવાડિયાથી અટવાઇ જાય એટલે જરૂર મુજબ જ પુસ્તકોના ઓર્ડર અપાતા હોવાથી થોડો સમય માટે તંગી રહે છે.

રાજયના શિક્ષણ વિભાગે નવા શૈક્ષણિક વર્ષથી એનસીઇઆરટીના પુસ્તકો અમલમાં મૂકવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે રાજય પાઠયપુસ્તક મંડળ દ્વારા ડિસેમ્બર માસથી જ નવા પુસ્તકો તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અંગ્રેજી માધ્યમના પુસ્તકો તૈયાર જ લઇ લેવાયા હતા. પરંતુ ગુજરાતી માધ્યમના કરાવવામાં આવ્યું હતું. જેના માટે નિષ્ણાતોની ટીમ કામે લગાડવામાં આવી હતી. ભાષાંતરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પુસ્તકો પ્રિન્ટ કરવાની કાર્યવાહી કરાઇ હતી.

(4:19 pm IST)