Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ગુજરાતની ૯ ગ્રાન્ટેડ કોલેજોમાં ભરતીની કાર્યવાહી કરવા ગુજરાત હાઇકોર્ટની તાકીદ

રાજકોટ તા. ર૦ : ગુજરાતની ૯ ગ્રાન્ટેડ કોલેજોમાં શૈક્ષણીક ભરતી ન થતા શિક્ષણ ઉપર ગંભીર અસર પહોંચી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના આદેશને પગલે ભરતીનો માર્ગ મોકળો થયો.

એનસીટીઇ ના રેગ્યુલેશન ર૦૧૪ પ્રમાણે બી.એડ્. કોલેજોમાં સ્ટાફની ભરતી કરવા સંદર્ભે ગુજરાત રાજયની નવ ગ્રાન્ટેડ કોલેજોએ હાઇકોર્ટમાં રીટ કરેલ હતી. જેમાં રેગ્યુલર સ્ટાફ ઉપરાંત આર્ટ/મ્યુઝીક ટીચર અને ફિઝીકલ એજયુકેશનના ટીચરની ભરતી કરવા માટે માગણી કરેલ હતી. જેના સંદર્ભે હાઇકોર્ટે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગને ત્રણ અઠવાડીયામાં  આ અંગે યોગ્ય નિર્ણય લઇ જલ્દીથી કાર્યવાહી કરવાનું જણાવેલ છે  વધુમાં ચાર અઠવાડીયા પહેલા તાકીદે કાર્યવાહી કરવાનું જણાવેલ છે.

(3:39 pm IST)