Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

સૂર્યનો આદ્રા નક્ષત્રમાં : વરસાદ સારો થશે

શનિવારે સાંજે ૫:૨૦ કલાકે સૂર્યનારાયણ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે : ૧૯ જુલાઈ સુધી ઝરમર બાદ ૨ ઓગષ્ટ સુધી સારા પ્રમાણમાં વરસાદ

સુરત : હિન્દુ અને જયોતિષશાસ્ત્રમાં સૂર્યનારાયણના આદ્રા નક્ષત્રમાં પ્રવેશ સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે. જેમાં ખાસ કરીને સૂર્યનારાયણ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારથી વિધિવત રીતે વર્ષાઋતુનો આરંભ થતો હોવાનું માનવામાં આવે છે. આ સિવાય વિવિધ ધર્મ-સમુદાયના રીતરિવાજો સાથે પણ વિવિધ માન્યતાઓ જોડાયેલી છે. શાસ્ત્રી ડો. કર્દમ દવેએ જણાવ્યું હતંુ કે, હવે ૨૨ જૂનના શનિવારે સાંજે ૫.૨૦ કલાકે સૂર્યદેવ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. તે સાથે જ વિવિધ વર્ષાઋતુની શરૂઆત ગણવામાં આવશે. જોકે, તે દિવસે સવારે પંચકનો પ્રારંભ પણ થાય છે. સૂર્યદેવ ૫ જુલાઇ સુધી આદ્રા નક્ષત્રમાં રહેવાની સાથે જ ઝરમર વરસાદ વરસશે. જયારે ૨૦ જુલાઇથી ૨ ઓગસ્ટ સુધી સારા પ્રમાણમાં વરસાદ પડશે. ચાલુ વર્ષની સ્થિતિને જોતાં દેશમાં વરસાદનું વાતાવરણ સારું રહેશે. ઉત્ત્।ર ભારતમાં દ્યણી જગ્યાએ પૂરનું વાતાવરણ બનશે. જયારે ઊંચાઇવાળા વિસ્તારમાં વધુ વરસાદ રહેશે.

સૂર્યના વિવિધ નક્ષત્રમાં ભ્રમણ અને તારીખ પ્રમાણે વરતારો થાય છે તે મુજબ

૨૨ જૂનથી ૫ જુલાઇ, આદ્રા નક્ષત્ર સૂર્યનારાયણ આદ્રામાં આવશે. જેનું વાહન હાથી છે. સવારે ૭.૪૧ના સમયે પંચકનો પ્રારંભ. ૫ જુલાઇ સુધી આદ્રામાં રહેશે. ઝરમર વરસાદ સાથે વીજળીના ચમકારા જોવા મળે.

૨. ૬ જુલાઇથી ૧૯ જુલાઇ, પુનર્વસુ નક્ષત્ર સૂર્ય નારાયણ પુનર્વસુ નક્ષત્રમાં ભ્રમણ કરશે. જેનંુ વાહન મેષ છે. આ સમયમાં અંધકાર વધારે જોવા મળે. વાદળો બંધાવાનું જોર વધે અને સામાન્યથી મધ્યમ વરસાદ પડે.

૩. ૨૦ જુલાઇથી ૨ ઓગસ્ટ, પુષ્ય નક્ષત્ર ૧૩ દિવસ સુધી પુનર્વસુ નક્ષત્રમાં રહ્યા બાદ સૂર્યદેવ પુષ્યનક્ષત્રમાં પ્રવેશ કરશે. પુષ્યનક્ષત્રનું વાહન ગધેડો છે. આ સમયગાળા દરમિયાન વરસાદ ખૂબ જ સારા પ્રમાણમાં વરસે.

૪. ૩ ઓગસ્ટથી ૧૬ ઓગસ્ટ, આશ્લેષા નક્ષત્ર સૂર્ય દેવ આ સમયગાળા દરમિયાન આશ્લેષા નક્ષત્રમાં ફરશે. વાહન દેડકો છે. આ સમયમાં વાદળના ગડગડાટ વધે અને વરસાદ પણ વધે. સારો વરસાદ રહે.

૫. ૧૭ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ, મધા નક્ષત્ર સૂર્યનારાયણ મધા નક્ષત્રમાં ભ્રમણ કરશે. જેનું વાહન મૂષક છે. આ સમયમાં સામાન્ય વરસાદ થવાની શકયતા વધુ, પરંતુ પવનનું જોર વધારે જોવા મળશે.

૬. ૩૧ ઓગસ્ટથી ૧૩ સપ્ટેમ્બર, પૂર્વાફાલ્ગુની સૂર્ય પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરશે. વાહન અશ્વ છે. જેના ફળસ્વરૂપે ઊંચાઇવાળા વિસ્તારમાં, પર્વતમાળામાં ખૂબ સારો વરસાદ થાય. નીચાણવાળા વિસ્તારમાં વધુ પવન રહે.

૭. ૧૪ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર, ઉત્ત્।રા ફાલ્ગુની ૧૩ દિવસના આ સમયગાળા દરમિયાન સૂર્યદેવ ઉત્ત્।રા ફાલ્ગુની નક્ષત્રમાં રહેવાની સાથે આ નક્ષત્રનું વાહન મોર છે. જેને પગલે સામાન્ય વરસાદ પડવાની શકયતા વધે.

૮. ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓકટબર, હસ્ત નક્ષત્ર આ સમયગાળા દરમિયાન સૂર્યદેવ હસ્ત નક્ષત્રમાં ભ્રમણ કરશે. આ નક્ષત્રનું વાહન ગધેડો છે. આ સમય દરમિયાન પવન અને વાદળા ખૂબ હોય, પરંતુ વરસાદ મધ્યમ રહે.

૯. ૧૧ ઓકટોબરથી ૨૩ ઓકટોબર, ચિત્રા નક્ષત્ર સૂર્યનારાયણ ચિત્રા નક્ષત્રમાં ભ્રમણ કરશે. જેનું વાહન દેડકો છે. સૂર્યદેવ ચિત્રા નક્ષત્રમાં હોવાની સાથે જ આ દિવસોમાં પવન સાથે વરસાદનું જોર બની રહેશે.

૧૦. ૨૪ ઓકટોબરથી ૬ નવેમ્બર, સ્વાતી નક્ષત્ર આ દિવસો દરમિયાન સૂર્યનારાયણ સ્વાતી નક્ષત્રમાં છે. જેનું વાહન મૂષક છે. જેના કારણે વાદળો વધુ દેખાઇ તો નવાઇ નહીં. વીજળીના કડાકા વચ્ચે સામાન્ય વરસાદ પડે.

(1:20 pm IST)