Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

અમદાવાદ શરમજનક કિસ્સો :માતા બહાર ગઈ અને પિતાએ 9 વર્ષની માસૂમ પુત્રીને પીંખી નાખી

રામોલ પોલીસે માતાની ફરિયાદ પરથી પિતાની ધરપકડ કરી

અમદાવાદમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના રામોલમાં એક હવસખોર પિતાએ પોતાની જ નવ વર્ષની પુત્રીને પીંખી નાખી દેતાં ચકચાર મચી જવા પામી છે.

 આ મામલે પુત્રીએ માતાને જાણ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જે બાદ આ મામલે રામોલ પોલીસમાં માતાએ ફરિયાદ નોંધાવી છે. હાલ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

 અમદાવાદના રામોલમાં હવસખોર પિતાએ પુત્રીના આ સંબંધોને લાંછન લગાવ્યું છે. એક પિતા થઈને તેણે પોતાની પુત્રી પર જ નજર બગાડી હતી. અને તે ઘરની એકલતાનો લાભ જોઈ રહ્યો હતો. ગત 17 તારીખે જ્યારે માતા કોઈ કામ અર્થે ઘરની બહાર ગઈ હતી. ત્યારે હવસખોર પિતાની અંદરનો શેતાન જાગી ઉઠ્યો હતો. અને તેણે ઘરમાં એકલી રહેલી 9 વર્ષની માસૂમ પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું.

(1:11 pm IST)