Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

અમદાવાદના પાલડીમાં મધરાત્રે જૂથ અથડામણ : ખુલ્લી, તલવારો સાથે ધસી આવ્યુ ટોળુ : વાહનના કાચ ફોડ્યા

એક જ સમાજના બે જૂથ આમને સામને : પાંચ લોકોની ધરપકડ

અમદાવાદના પાલડીમાં ગતરાતે થયેલી જૂથ અથડામણમાંપાંચ શખ્સોની ધરપકડ કરી છે. ગત મોડી રાતે ખુલ્લી તલવારો સાથે ટોળુ ધસી આવ્યુ હતુ અને વાહનોના કાચ તોડી નાખ્યા હતા. જૂથ અથડામણને લઈને સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

 જાણવા મળ્યા મુજબ પાલડી ગામમાં એકજ સમાજના બે જૂથ વચ્ચે અથડામણને લઈને શહેરમાં કાયદા અને વ્યવસ્થાના નામે મીંડુ હોય તેવુ દેખાઈ રહ્યું છે. જોકે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

(12:46 pm IST)