Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

અમીરગઢ: બોર્ડર ચેકપોસ્ટ પરથી ઘાસનું ભૂંસુ ભરેલી ટ્રકમાંથી ૧૦.૩૨ લાખનો દારૂ ઝડપાયો

ઈંગ્લીશ દારૂની 2568 બોટલ અને ટ્રક સહીત 18,32 લાખના મુદામાલ સાથે રાજસ્થાની ટ્રકચાલકની ધરપકડ

બનાસકાંઠાની અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ પરથી ઘાસનું ભૂંસુ ભરેલી ટ્રકમાંથી ૧૮ લાખથી વધુનો દારૂ ઝડપી લીધો છે .

બનાસકાંઠાના કાર્યકારી પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણ તથા ડીસાના વિભાગિય પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયની સૂચના અને અમીરગઢના પીએસઆઇ સી. પી.ચૌધરી તથા પી.વી.વાઘેલાના માર્ગદર્શન મુજબ અમીરગઢ પોલીસની ટીમે દારૂની હેરાફેરી અટકાવવા  અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર નાકાબંધી ગોઠવી સઘન વાહન ચકાસણી હાથ ધરી હતી

  આ  દરમ્યાન આબુરોડ તરફથી આવેલી ટ્રકને રોકી ચકાસણી કરતા આ ટ્રકમાં ઘાસના ભૂંસાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરાતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.આ ઓપરેશન દરમ્યાન ઘાસનું ભૂંસુ ભરેલી આ ટ્રકમાંથી ૧૦,૨૭, ૨૦૦ રૂપિયાની કિંમતનો ૨૫૬૮ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે ટ્રક સહિત કુલ રૂ.૧૮,૩૨,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકચાલક નાથુસિંહ ગમીરસિંહ રાજપૂત (રહે.રંડેલા તા.સલૂમ્બર જી.ઉદેપુરવાળા, રાજસ્થાન) ની ધરપકડ કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:58 am IST)