Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

શ્યામાપ્રસાદ મુખર્જીની 119મી જન્મજ્યંતિએ છઠ્ઠી જુલાઈએ વિધાનસભામાં તેઓના તૈલીચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાશે

ગાંધીનગર :રાજ્યની ભાવિ પેઢીના માર્ગદર્શક અને પ્રેરણારૂપ બની રહેનાર રાષ્ટ્રના મહાનુભાવો અને આઝાદીની ચળવળના સ્વાતંત્ર્ય સેનાનીઓના તૈલીચિત્રો વિધાનસભા બિલ્ડિંગોમાં મુકાયા છે મહાનુભાવોને તેમના જન્મદિવસે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે ત્યારે આગામી છઠ્ઠી જુલાઈએ શ્યામાપ્રસાદ મુખરજીના 119માં જન્મદિવસ નિમિતે વિધાનસભા વિઠઠલભાઈ પટેલ ભાવનામાં તેમના તૈલીચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે

    આગામી છઠ્ઠી જુલાઈએ સવારે 11 વાગ્યે શ્યામાપ્રસાદ મુખરજીના તૈલીચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું વિધાનસભા અધ્ય્ક્ષ દ્વારા આયોજન થયું છે.

(1:14 am IST)