Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

સભ્ય વૃદ્ધિ અભિયાન હેઠળ યોજાયેલ વિડિયો કોન્ફરન્સ

સભ્ય નોંધણી માટે ટેકનિકલ માર્ગદર્શન અપાયું : રાષ્ટ્રીય કારોબારી અધ્યક્ષ નડ્ડા દ્વારા પ્રારંભિક માર્ગદર્શન આપીને ભાજપના સભ્ય અભિયાન માટે શુભેચ્છા અપાઈ

અમદાવાદ,તા.૧૯  : ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ અને સદસ્યતા વૃધ્ધિ અભિયાનના સંયોજક ભાર્ગવ ભટ્ટે ઇલેકટ્રોનિક મીડિયાના મિત્રોને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, ભાજપાના ''સંગઠન પર્વ'' અંતર્ગત શરૂ થનાર ''સદસ્યતા વૃધ્ધિ અભિયાન'' માટે દિલ્હી ખાતેથી કેન્દ્રીય ભાજપા આઇટી વિભાગ દ્વારા વીડિયો કોન્ફરન્સીંગ મારફતે દેશના તમામ રાજ્યોની ભાજપા આઇટી વિભાગની ટીમને ઓનલાઇન સભ્ય નોંધણી માટે ટેકનિકલ માર્ગદર્શન આપવા આવી રહ્યું છે. આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ''શ્રી કમલમ'' ખાતે કેન્દ્રીય ભાજપા આઇટી વિભાગ દ્વારા ''સદસ્યતા વૃધ્ધિ અભિયાન'' અંતર્ગત ટેકનિકલ માર્ગદર્શન આપવા માટે વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. ભટ્ટે જણાવ્યુ હતુ કે, ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રારંભિક માર્ગદર્શન આપી ભાજપાના ''સદસ્યતા વૃધ્ધિ અભિયાન'' માટે સૌને શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ ''સદસ્યતા વૃધ્ધિ અભિયાન''ના રાષ્ટ્રીય સંયોજક અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત પ્રાથમિક માહિતી આપી હતી. ત્યારબાદ ભાજપા આઇટી અને સોશીયલ મીડિયાના રાષ્ટ્રીય સંયોજક અમિત માલવીયાએ પાવરપોઇન્ટ  પ્રેઝન્ટેશનના માધ્યમથી સદસ્યતા નોંધણી માટેની ટેકનિકલ ગાઇડલાઇન આપી હતી, વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત નવા પ્રાથમિક સદસ્ય બનવા માટે ૮૯૮૦૮૦૮૦૮૦ નંબર પર મીસ્ડકોલ કરવાનો રહેશે, ત્યારબાદ મેસેજ મળશે, મેસેજમાં મળેલ લીંક ઓપન કરી નામ સહિતની માંગેલ વિગતો ભરવાની રહેશે અને સબમીટ કવાની રહેશે. ત્યારબાદ ઓટીપી નંબર જનરેટ થશે જેના માધ્યમથી સફળતાપૂર્વક સભ્ય નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થશે. આમ, આ ઓનલાઇન પ્રક્રિયા બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ. ત્યારબાદ આ વીડિયો કોન્ફરન્સ માફતે બધા રાજ્યો સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલએ અંતમાં ''સદસ્યતા વૃધ્ધિ અભિયાન'' બાબતે માર્ગદર્શન આપી વીડિયો કોન્ફરન્સનો સમારોપ કરેલ હતો. ભાજપા પ્રદેશ કાર્યાલય ''શ્રી કમલમ'' ખાતે યોજાયેલ કેન્દ્રીય ભાજપા આઇટી વિભાગની વીડિયો કોન્ફરન્સમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર,કેસી પટેલ તથા શબ્દશરણ બ્રહ્મભટ્ટ, સદસ્યતા વૃધ્ધિ અભિયાનના સહ સંયોજક રજની પટેલ સહિત પ્રદેશ અગ્રણીઓ તથા ગુજરાત ભાજપાના આઇટી અને સોશીયલ મીડિયાના સભ્યોએ વીડિયો કોન્સરન્સીંગના માધયમથી સદસ્યતા અભિયાનની આ બેઠકમાં ભાગ લીધો હતો.

(8:40 am IST)