Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ભાજપની તોડજોડની રાજનીતિથી છ જિલ્લા પંચાયત અને 32 તાલુકા પંચાયત કોંગ્રેસે 'હાથ'માંથી ગુમાવી

કોંગ્રેસની કડક કાર્યવાહી ;તમામને તાત્કાલિક અસરથી સસપનેડ કરવા નિર્ણય

 

અમદાવાદઃ રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી થતા ભાજપની તડજોડની રાજનીતિને કારણે કોંગ્રેસે છ જિલ્લા પંચાયત અને 321 તાલુકા પંચાયત ગુમાવી દીધી છે ગુજરાત કાંગ્રેસના પ્રમુખ દ્વારા છ જિલ્લા પંચાયતો કોંગ્રેસના હાથમાંથી સરકતાં કોંગ્રેસ દ્વારા તમામ બળવાખોરોને તાત્કાલીક સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

 

   ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, અમદાવાદના 6  ભાવનગર 3,  પાટણના 8, દાહોદના 9, મહિસાગરના 3 અને બરોડના 3 સભ્યોને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.
  અત્રે ઉલ્લેખનીય છે કે ૨3 જિલ્લા પંચાયતમાં કાંગ્રેસનુ શાસન હતું અને ૧૮ જિલ્લા પંચાયતમાં જ પુન: સાશન સ્થાપિત થયું  છે  કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ રૂપિયાના જોરે અને સત્તાના જોરે શામ, દામ, દંડ અને ભેદની નીતિનો ઉપયોગ કરી કોંગ્રેસને તોડવાનો પ્રયત્ન કર્યો છે. આ સાથે કોંગ્રેસે 32 તાલુકા પંચાયત પણ ગુમાવી દીધી છે. આ પહેલા 146 તાલુકા પંચાયત પર કોંગ્રેસનું શાસન હતું. હવે માત્ર 114 તાલુકા પંચાયતો પર કોંગ્રેસની સત્તા રહી છે.

(11:31 pm IST)
  • આંધ્રપ્રદેશ અને બિહાર બાદ ઓરિસ્સાએ પણ માંગ્યો વિશેષ રાજ્યનો દરજ્જો :ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશકુમાર બાદ નવીન પટનાયકે પછાતપણા અને અનુસૂચિત જાતિ ,જનજાતિ વસ્તીની વધુ ટકાવારીનો હવાલો આપીને વિશેષ રાજ્યનો દરજ્જો માંગ્યો ;નિતીઆયોગની બેઠકમાં ગેરહાજર રહ્યા બાદ મોદીને લખ્યો પત્ર access_time 1:03 am IST

  • ઈંગ્લેન્ડે આપ્યો ભારતને મોટો ઝટકો:ઉદાર વિઝા નીતિની નવી યાદીમાંથી ભારતનું નામ બાકાત:લિસ્ટમાં :ચીનનું નામ સામેલ: વિદેશ મામલાના જાણકારો આ મુદ્દે ભારતની તુલનાએ ચીનની રણનીતિક જીત માની રહ્યાં છે.:ગેરકાયદેસર પ્રવાસી ભારતીયોનો વણઉકેલાયો મામલો પણ કારણભૂત મનાય છે access_time 12:33 am IST

  • સ્માર્ટ સીટીમાં નાગપુર પ્રથમ : રાજકોટ ૧૮માં નંબરેઃ સ્માર્ટ સીટીનાં ત્રીજા રાઉન્ડમાં ૭૨.૪૮નાં સ્કોર સાથે રાજકોટ ૧૮માં સ્થાનેઃ નાગપુર ૫૯.૯૬નો સ્કોર સાથે પ્રથમ સ્થાનઃ બીજા નંબરે વડોદરા અને અમદાવાદ ત્રીજા સ્થાનેઃ સુરત પાંચમાં નંબરે access_time 3:31 pm IST