Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

આઈઓ દ્વારા સર્વો હીટ ટ્રાન્સફર ફલ્યુઇડ્સ પર સેમીનાર યોજાયો

ઉદ્યોગ જગતના ૨૦૦થી વધુ પ્રતિનિધિએ ભાગ લીધો : રાજયભરના કેમીકલ ઉદ્યોગ માટે હાઇ પરફોર્મન્સ થર્મિક ફલ્યુઇડ્સ વપરાશની જરૂરિયાત ખાસ ઉપર ભાર મૂકાયો

અમદાવાદ,તા.૨૦ : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.ની ગુજરાત રાજ્ય ઓફીસ દ્વારા 'સર્વો હીટ ટ્રાન્સફર ફલ્યુઈડસ – એ પ્રિઝમ ઓફ પોસિબીલીટીસ' વિષય પર ખૂબ જ મહત્વનો ટેકનિકલ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ગુજરાતની કેમિકલ, પ્લાયવુડ, બોઈલર્સ, ફાર્માસ્યુટીકલ્સ, ટેકસ્ટાઈલ અને ફર્ટિલાઈઝર જેવા ૧૦૦ જેટલા ઉદ્યોગોનાં ૨૦૦થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સેમિનારને ગુજરાત કેમિકલ એસોસિએશનનાં પ્રેસિડેન્ટ ડો. જયમિન વસા, જય કેમિકલ ઈન્ડસ્ટ્રી લિ.ના ચેરમેન શ્રી જયેન્દ્રભાઈ ખારાવાલા, આઈઓસીનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટ (લ્યુબ્સ) કે.એલ.મુર્તિ અને ગુજરાત રાજ્ય ઓફિસનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસ.એસ.લામ્બાએ દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન ડો.જયમિન વસાએ તેમના મુખ્ય પ્રવચનમાં ગુજરાત રાજ્યના કેમિકલ ઉદ્યોગને હાઈ પરફોર્મન્સ થર્મિક ફલ્યુઈટસનાં વપરાશની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. આઈઓસીએલનાં આર એન્ડ ડી તેમજ માર્કેટિંગ ડિવિઝનનાં ટેક્નિકલ નિષ્ણાતોએ હીટ ટ્રાન્સફર ફ્લુઈટસનાં ટેક્નિકલ પાસાઓની વિષદ છણાવટ કરી હતી. આ સેમિનારમાં થર્મિક ફલ્યુઈટસનાં વિવિધ કેસ સ્ટડીઝ અને પડકારોની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ આઈઓસીએલની ગુજરાત રાજ્ય ઓફિસનાં જનરલ મેનેજર (લ્યુબ્સ) મનોજ કુમાર સિંહાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ખૂબ જ મહત્વના એવા આ સેમીનારમાં હાઇ પરફોર્મન્સ થર્મિક ફલ્યુઇડ્સની જરૂરિયાત, તેની મહત્વતા અને વપરાશ સહિતના અનેકવિધ પાસાઓને લઇ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. સેમીનારમાં ઉપસ્થિત વિષયનિષ્ણાતાઓ દ્વારા આ અંગેની ખૂબ ઉપયોગી અને અનિવાર્ય જાણકારી પૂરી પાડવામાં આવી હતી.

(8:36 pm IST)