Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

મેડિકલમાં પ્રવેશ માટે નીટનું મેરિટ લિસ્ટ ૨૬ જૂને જાહેર

૪થી જૂલાઇથી સીટની ફાળવણી કરાશે : ૩૦મી જૂલાઇથી બીજા રાઉન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે : ગત વર્ષની તુલનાએ નીટમાં કટ ઓફમાં ઘટાડો

અમદાવાદ,તા.૨૦ : અમદાવાદ સહિતની રાજ્યભરની મેડિકલ કોલેજોમાં એડમિશન માટેની પ્રક્રિયા તા.૧પમી જૂનથી શરૂ થઇ ચૂકી છે. આગામી તા.રપ જૂન સુધી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલશે. ત્યાર પછીનું સ્ટેટ લેવલનું નીટ યુજી ર૦૧૮નું કાઉન્સેલિંગનું શિડ્યુલ જાહેર કરાયું છે. રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓનું સ્ટેટ મેરિટ લિસ્ટ તા.ર૬ જૂને જાહેર થશે અને તા.ર૭ જૂનથી ચોઇસ ફિલિંગ, ચોઇસ લોકિંગ શરૂ થશે, જે તા.૩૦ જૂન સુધી ચાલશે. પહેલા રાઉન્ડની સીટ એલોટમેન્ટની પ્રક્રિયા તા.૪ જુલાઇથી હાથ ધરાશે. ત્યારબાદ તા.પ થી ૧ર જુલાઇ સુધી ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન સાથે એડમિશન પ્રક્રિયા હાથ ધરાશે અને તા.પ થી ર૧ જુલાઇ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કોલેજ લેવલથી થશે. અમદાવાદની વીએસ હોસ્પિટલ ખાતેની એનએચએલ મ્યુનિસિપલ કોલેજની રપ૦ સીટ, મણિનગરની એલજી કોલેજની ૧પ૦ સીટ સહિત રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા, સુરત એમ કુલ ૧રપ૦ સીટ પર એડમિશન અપાશે, જ્યારે સરકારી-કોર્પોરેશન હસ્તકની, પીપીપી અને સેલ્ફ ફાઇનાન્સની રપથી વધારે મેડિકલ કોલેજોની ૩,૦૦૦થી વધુ સીટ પર એડમિશન અપાશે. આ વર્ષે નીટ ર૦૧૮માં ગત વર્ષની તુલનાએ કટ ઓફ ઘટ્યું છે. સામાન્ય વર્ગના ઉમેદવારો માટે કટ ઓફ ૧૧૯, દિવ્યાંગો માટે ૧૦૭ અને અનામત માટે ૯૬ રહ્યું છે. બે રાઉન્ડ પછી મોક અપ રાઉન્ડ તા.પ ઓગસ્ટથી શરૂ થશે, જેમાં ખાલી બેઠકની જાણ કરાશે. તા.પ અને ૬ ઓગસ્ટે ચોઇસ ફિલિંગ અને લોકિંગ બાદ તા.૯ ઓગસ્ટે લીસ્ટ જાહેર કરાશે. કોલેજ લેવલ એડમિશન ઓગસ્ટમાં સ્ટેટ વેકન્સી રાઉન્ડ દ્વારા થશે, જે તા.૧૩ થી ૧૮ ઓગસ્ટ રહેશે. જયારે તા.૩૦ જુલાઇએ બીજા રાઉન્ડની સીટો એલોટ થશે, જેના માટે તા.૩ ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓએ મેડિકલ અને ડેન્ટલમાં રિપોર્ટ કરવાનો રહેશે.

(7:37 pm IST)