Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીક આવતા અમદાવાદના જગન્નાથજી મંદિરે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓને આપવામાં આવતા ઉપેણાની તૈયારીમાં મંદિરના સેવકો લાગી ગયા છે.

  આગામી 14 જુલાઈનાં રોજ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. ત્યારે ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રાની મંદિરમાં તૈયારીઓ ચાલી રહી છે. વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજી સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નીકળવાના છે. ત્યારે આ રથયાત્રાની તૈયારીઓ મંદિરમાં ચાલી રહી છે. હજારો મીટર કાપડમાંથી ઉપેણા તૈયાર કરવામાં સેવકો લાગી ગયા છે. આ ઉપેણા રથયાત્રામાં ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

એવું પણ કહેવાય છે કે ભગવાન જગન્નાથજી જ્યારે મામાના ઘરે જાય છે. ત્યારે ભગવાનને આંખો આવી જાય છે. અને તેમને સાજા કરવા માટે આંખે પાટા બાંધવામાં આવે છે. અને એ પાટા ઉપેણાના સ્વરુપે રથયાત્રામાં ભક્તોને આપવામાં આવે છે. રથયાત્રા નજીક આવતા જગન્નાથજી મંદિરે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અને જગન્નાથજી મંદિર હાલ જય જગન્નાથના નાદ સાથે ભક્તિમય બન્યું છે.

(7:11 pm IST)