Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સંખેડા તાલુકાના વેલપુર ગામે દીકરી અને દોહિત્ર પુત્રએ મળી વૃદ્ધાને માર મારી ફેંકી દેતા એકની ધરપકડ

નસવાડી: સંખેડા તાલુકાના વેલપુર ગામે સગી દિકરી અને દોહિત્ર પુત્ર મળી વૃદ્ધને માર મારતા સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા એક આરોપીની ધરપકડ થઈ હતી. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વેલપુર ગામે વૃદ્ધ મહિલા બલીબેન બારીયા પોતાની દિકરીના ઘરે રહે છે. આ વૃધ્ધને પુત્રી તેમજ દોહિત્ર પુત્રે દરોડા વડે બાંધી મારી ઘરમાંથી ઉંચકીને બહાર ફેંકી દીધી હોવાનો વિડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસે ગામમાં પહોંચી તપાસ કરતા વૃધ્ધાને ભત્રીજાએ મારતાં નાની મોટી ઈજા થયેલ છે. જેની ફરિયાદ સંખેડા પોલીસ સ્ટેશનમાં અરવિંદભાઈ  નોંધાવતા સંખેડા પોલીસએ કલ્પેશ સંજયભાઈ બારિયાની ધરપકડ કરી છે. જ્યારે માતાને માર મારનાર  દિકરી ભાવનાબેન સંજયભાઈ બારિયા ફરાર થઈ ગઈ છે.
 

(6:40 pm IST)