Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઈડરના કૃષ્ણનગરની સીમમાં રાત્રિની વેળાએ તસ્કરોએ બંગલામાંથી 15 તોલા સોના સહીત એક લાખની ઉઠાંતરી કરી

ઈડર:ના કૃષ્ણનગરની સીમમાં આવેલી શિવમ સીટીના એક બંગલામાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરો ૧૫ તોલા સોનું, દોઢ કીલો ચાંદી તથા ૧ લાખ રૃપિયા રોકડા મળી લાખો રૃપિયાની મતા ચોરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે ડોગ સ્કવોડ તથા એફ.એસ.એલ.ની મદદ વડે તસ્કરો સુધી પહોંચવા કવાયત આરંભી છે. ઈડરમાં ઉપરા-છાપરી થયેલી ચેઈન સ્નેચીંગની ઘટનાઓના ભેદ તો હજુ ઉકેલાયા નથી, ત્યાં જ ગતરાત્રે કૃષ્ણનગરની સીમમાંથી થયેલી લાખોની ચોરીએ પોલીસની ઉંઘ હરામ કરી નાખી છે. કૃષ્ણનગરની સીમમાં આવેલા શિવમ સીટીના બંગલામાં રહેતા અને રસોડાના કામકાજ કરતા મંગીલાલ ભંવરલાલ જોષી ગત રાત્રે પરિવાર સાથે બંગલાના આગળના ભાગે બહારની બાજુ સુતા હતા, તેવામાં તકનો લાભ ઉઠાવી તસ્કરો બંગલામાાં પ્રવેશી ગયા હતા. બાદમાં તસ્કરો તીજોરી તથા વિવિધ કબાટોમાંથી મળી સોના-ચાંદીના ઘરેણાં તથા ૧ લાખની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.
 

(6:39 pm IST)