Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ખેડા તાલુકાના ચાંદણામાં અગમ્ય કારણોસર યુવાને ઝેર ગટગટાવ્યું

ખેડા: તાલુકાના ચાંદણામાં વિક્રમભાઈ ઝાલા પરિવાર સાથે રહે છે. તેમનો દીકરો વિજયભાઈ વિક્રમભાઈ ઝાલાએ ગત તા.૧૪-૬-૧૮ની રાત્રે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવી હતી. જેથી બેભાન થઈ ઢળી પડતા પરિવારજનોએ વિક્રમભાઈ ઝાલા (ઉં.વ.૨૫)ને તુરંત જ ચરોતર મલ્ટી હોસ્પિટલ સોખડામાં ખસેડ્યો હતો. જ્યાં હાલમાં આ યુવાનની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળેલ છે. 

આ બનાવ અંગે ડો. વિપુલ ચાવડાએ જાણ કરતા ખેડા ટાઉન પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(6:39 pm IST)