Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ચિખોદરા નજીક પોલીસે વોચ ગોઠવીને એક લાખના દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી

આણંદ:રૂરલ પોલીેસે આજે સવારના સુમારે ચીખોદરા ગામના પારીયાદાદા વડ પાસે આવેલા કાંસ ઉપર વોચ ગોઠવીને એક લાખનો વિદેશી દારૂ ભરેલી અલ્ટો કાર સાથે એક શખ્સને ઝડપી પાડીને વિદેશી દારૂ મોકલનાર તેમજ મંગાવનાર વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ રૂરલ પોલીસને હકીકત મળી હતી કે, ચીખોદરા ગામની સીમમાં આવેલા કાંસ ઉપર વિદેશી દારૂની હેરાફેરી થવાની છે. જેથી પીએસઆઈ એમ. જે. બારોટ તથા સ્ટાફના જવાનો પારીયાદાદાના વડ પાસે આવેલા કાંસ ઉપર વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન એક અલ્ટો કાર નંબર જીજે-૨૩, એમ-૩૦૯૮ની આવી ચઢતાં વોચમાં ઉભેલી પોલીસે કારને અટકાવીને તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ ૩૩૩ બોટલો મળી આવી હતી જેની કિંમત ૯૯૩૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે પકડાયેલા કારના ચાલકનું નામઠામ પુછતાં તે આણંદના પરીખભુવનમાં રહેતો અનિલ વિનુભાઈ સોલંકી હોવાનું ખુલવા પામ્યું હતુ

વિદેશી દારૂ અંગે પુછપરછ કરતાં ચીખોદરાના કુખ્યાત બુટલેગર જાલમ પરમારે વિદેશી દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને ગામડી બાર વીઘાં ખાતે રહેતા સુરેશ ઉર્ફે રાણીયાને ત્યાં પહોંચાડવાનો હતો વિગતોને આધારે રૂરલ પોલીસે ત્રણેય વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(6:38 pm IST)