Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ખેડા જીલ્લામાં સર્જાયેલ અકસ્માતના બે બનાવમાં 7 મુસાફરોને ગંભીર ઇજા

ખેડા:જિલ્લામાં ગોહિલપુરા પાટીયા, ધરમપુરા તેમજ અંધેજ નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાત જણાંને ઈજા થઈ હતી

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઉમેરઠમાં રહેતા મહંમદ અલીક હજીફામીયાં વ્હોરા ગત તા.૧૮--૧૮માં સંબંધીઓને બેસાડી નડિયાદ જતા હતા ત્યારે ગોહીલપુરા પાટીયા નજીક વર્ના ગાડી જીજે-૦૧ આર.સી. ૨૨૦૧ના ચાલકે પૂરઝડપે રોંગ સાઈડ લઈ જઈ આઈટેન ગાડી સાથે અથડાવી હતી. જેથી કારમાં બેઠેલા સમીરભાઈ ઉસ્માનભાઈ વ્હોરા, શરીફાબેન યુસુફ વ્હોરા, તથા રૂકસાનાબેન અહંમદ અજીજ વ્હોરાના બે સંબંધીને ઈજા થઈ હતી. બનાવ અંગે રેહાનાબેન મહંમદ મલીક વ્હોરાની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે વર્ના ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે બીજા બનાવમાં ચકલાસીના ભઈજીપુરામાં રહેતા જીતેન્દ્રભાઈ મહીજીભાઈ વાઘેલા પીયાગોમાં મુસાફરોને બેસાડી ભાલેજ રોડ પરથી જઈ રહ્યાં હતા. ત્યારે ધરમપુરા પાટીયા નજીક એક્ટીવા નં. જીજે-૨૩ એપી-૮૫૧૪ સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા એક્ટીવા પીયાગો રીક્ષાની રોંગ સાઈડ અથડાયું હતું. જેથી પીયાગોમાં બેઠેલી સુશીલાબેન ધર્મેન્દ્રભાઈ વાઘેલા તથા મણીબેનને ઈજા થઈ હતી. બનાવ અંગે જીતેન્દ્રભાઈ મહીજીભાઈ વાઘેલાની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે એક્ટીવા ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત અકસ્માતનો ત્રીજો બનાવ અમદાવાદ-વડોદરા જિલ્લાના ઉડેરામાં રહેતા વિનુભાઈ કચરાભાઈ રોહિત ગત તા.૧૮--૧૮ના રોજ અરટીકા ગાડી નં. જીજે-૦૬ એલઈ-૯૧૪૧ હંકારી એક્સપ્રેસ હાઈવે ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે અંધેજ નજીક હોન્ડા સીટી કાર નં. જીજે-૦૬ જેઈ- ૪૭૧૬ અરટીકા કાર સાથે અથડાઈ હતી. જેથી કારમાં બેઠેલા વિનુભાઈના સંબંધીને ઈજા થઈ હતી. બનાવ અંગે વિનુભાઈ કચરાભાઈ રોહિતની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:38 pm IST)