Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઠાસરા તાલુકાના વમાલીમાં અગાઉ ટોળાએ પોલીસ પર હુમલો કરવાના બનાવમાં 4 ને કોર્ટે ત્રણ-ત્રણ વર્ષની સજાની સુનવણી કરી

ઠાસરા:તાલુકાના વમાલી ગામની સીમમાં જાન્યુઆરી ૨૦૧૪માં જમીનનો કબજો લેવા બાબતે થયેલા દંગલમાં પથ્થરમારો તેમજ લાકડીઓ ઉછળી હતી. અને સીમ વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભુ થયાની જાણ ઠાસરા પોલીસને થતાં પીએસઆઈ સ્ટાફ સાથે દોડી ગયા હતાં. તે વખતે ટોળાએ પોલીસમાં પણ હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. પીએસઆઈ સહિત દશ વ્યક્તિઓને ઈજા થઈ હતી. તેમજ પોલીસ જીપની પણ તોડફોડ થઈ હતી. કેસ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં ચાર આરોપીઓને કોર્ટે કસુરવાર ઠેરવ્યાં છે. અને તેમને ત્રણ-ત્રણ વર્ષની સખત કેદ તેમજ પ્રત્યેકને રૂ.૧૨,૫૦૦ ના દંડની સજા ફટકારી છે. જ્યારે ૫૦ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડ્યાં છે

અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના વમાલી સીમમાં સુરતમાં રહેતા અશોકભાઈ મોહનભાઈ સંતાણી અને ભાવનગરના તેમના ભાગીદારોએ ભેગા મળી જમીન સન ૨૦૧૧માં લીધી હતી. જમીન સાચવવા માટે તેમણે એક રખેવાળ રાખ્યો હતો. રખેવાળને કેટલાક લોકોએ જાન્યુઆરી ૨૦૧૪ માં ધમકી આપી હતી. અને જમીનનો કબજો લેવા પ્રયત્ન કર્યો હતો. જેથી રખેવાળે આની જાણ અશોકભાઈ ને કરી હતી. જેથી જમીનના તમામ ભાગીદારો તા.--૧૪ ના રોજ વમાલી સીમમાં ભેગા થયા હતાં. અને ભોજન પતાવ્યા બાદ બાબતે શુ કરવું તેની ચર્ચા વિચારણા કરતાં હતાં. તે વખતે બપોરે પોણા ત્રણ વાગ્યે વમાલીમાં રહેતા આરીફમીયાં અબ્બાસમીયાં ઠાકોર, -મણભાઈ સોમાભાઈ પરમાર, મોહનભાઈ સોમાભાઈ પરમાર, શનાભાઈ જેણાભાઈ સોલંકી સહિત ૫૦૦થી વધુ માણસોનું ટોળું આવી ચડ્યું હતું. અને ચીચીયારીઓ પાડી કહેતું હતું કે જમીન અમારી છે અને સસ્તા ભાવે જમીન પડાવી લીધી છે. જમીન ખાલી કરી ચાલ્યાં જાવ તેમ કહી જમીન માલિકો ઉપર પથ્થરમારો કરી લાકડીઓ તેમજ મારક હથિયારો થી હુમલો કરતાં જમીન માલિકો જીવ બચાવવા નજીકના મકાનમાં છુપાઈ ગયા હતાં. ગુસ્સે ભરાયેલા ટોળાએ મકાન પર પણ પથ્થરમારો કર્યો હતો. જેથી જમીન માલિકોએ ફોન કરીને ઠાસરા પોલીસની મદદ માંગી હતી. પોલીસ આવે તે પહેલાં જમીન માલિકોની ગાડીઓની તોડફોડ કરી નુકસાન કર્યું હતું. તે વખતે પીએસઆઈ સી. આર. રાણા સ્ટાફ સાથે દોડી આવ્યાં હતાં. ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. અને પોલીસ કોન્સ્ટેબલ ગૌરવભાઈને પકડી લઈ ટોળાએ ધારીયું માથામાં મારતાં આખરે પીએસઆઈએ બે રાઉન્ડ ગોળીબાર હવામાં કર્યો હતો. જેથી ભારે નાસભાગ મચી હતી

(6:38 pm IST)