Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સુરત મનપા સંચાલિત પ્રાથમિક શાળાની ગ્રીલ તૂટી પડતા બે બાળકો દટાયા

સુરત મહાનગર પાલિકાની (પ્રાથમિક શાળા નંબર -180) મહાત્મા જ્યોતિ બા શાળાની ગ્રીલ તૂટી પડતા બે બાળકો ગેટ નીચે દબાયા હતા. બંને ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ પહેલા પણ સુરતના લિંબાયત વિસ્તારમાં આવો જ બનાવ બન્યો હતો.

   સીસીટીવીમાં જોઈ શકાય છે કે સ્કૂલના કેટલાક બાળકો લોખંડના ગેટની પાસે રમી રહ્યા છે. સીસીટીવીમાં એ પણ જોઈ શકાય છે કે ગેટ તૂટેલી હાલતમાં છે, તેમજ તેને વ્યવસ્થિત ફીટ પણ નથી કરવામાં આવ્યો. આ દરમિયાન એક બાળક ગેટને કૂદીને પણ આવી રહ્યાનું નજરે પડે છે. બાળકો ગેટને ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. આ દરમિયાન જ સ્કૂલના બે ગેટમાંથી મોટો ગેટ નીચે પડે છે, જેમાં બે બાળકો નીચે દબાઈ જાય છે. લોખંડનો ગેટ એક બાળકના આખા શરીર પર જ્યારે એક બાળકના પગ પર પડે છે. આ દરમિયાન કેટલાક બાળકો ત્યાંથી દૂર ખસી જવામાં સફળ રહ્યા હતા. બાદમાં લોકો દોડી આવ્યા હતા અને બાળકોને બહાર કાઢીને હોસ્પિટલે ખસેડ્યા હતા

(1:20 pm IST)