Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

પાડોશી સાથે રંગરેલીયા મનાવતી પત્ની રંગેહાથ ઝડપાતા પરિણીતાએ જીવ દીધો

પાડોશીની પત્ની જોઇ જતા પરિણીતાના પતિને ફોન કરી જાણ કરી

વાપી તા. ૨૦ : સેલવાસના મસાટ ગામે રહેતી ૨૬ વર્ષીય યુવતી પરિણીતાએ ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. પતિ નાઇટ શિફટમાં નોકરી પર ગયા બાદ મળસ્કે પાડોશી મુવાન સાથે રંગરેલિયા મનાવતા રંગેહાથ પકડાઇ જતા બદનામીના ડરથી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો.

સેલવાસના મસાટ ગામે રહેતા ચંદન યાદવ અને તેની પત્ની બીનાના પાંચ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. ગઇકાલે રાત્રે પતિ ચંદન કંપનીમાં નાઇટ શિફટમાં  નોકરી કરવા ગયો હતો. જો કે વહેલી સવારે ચંદન ઘરે આવી જતા તેની પત્ની પાડોશી યુવાન સાથે રંગરેલીયા  મનાવતા રંગેહાથ ઝડપાઇ ગઇ હતી. ચંદન બીનાની માતાને ફોન કરી તેની કરતુત જણાવે તે પહેલા બદનામીના ડરથી બીનાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

ચંદન યાદવે પોલીસને જણાવ્યુ હતુ કે મળસ્કે તેના ઘરે પાડોશમાં રહેતો યુવાન ગયો હતો. અને તેની પત્ની સાથે રંગરેલીયા મનાવતો હતો . પાડોશી યુવાનની પત્નીએ બીના અને તેના પતિને રંગરેલિયા મનાવતા જોઇ લેતા ચંદનને ફોન કરી જાણ કરતા ચંદન નોકરી પરથી તુંરત દોડી આવ્યો હતો. ચંદને બારણુ ખખડાવતા પાડોશી યુવાન ડરને માર્યો બાથરૂમમાં ભરાઇ ગયો હતો. જેમ તેમ યુવાનને બાથરૂમમાંથી બહાર કાઢી માર માર્યો હતો. અને બીનાની માતાને ફોન કરે તે પહેલા જ તેણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

(12:43 pm IST)