Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અમદાવાદના 13 જેટલા ઓવરબ્રિજની નીચે જીમ અને લાઈબ્રેરી બનાવાશે : 5,50 કરોડનો થશે ખર્ચ

અસામાજિક તત્વોના અડ્ડા,આડેધડ પાર્કિંગથી છુટકારો મળશે અને પાથરણા લારી-ગલ્લા જેવા દબાણોથી મળશે મુક્તિ

અમદાવાદ:અમદાવાદના 13 જેટલા ઓવરબ્રિજની નીચે જિમ અને લાઈબ્રેરી જેવી લોકોઉપયોગી સુવિધા ઉભી કરાશે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા નવા રોડ ઓવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ, રીવરબ્રિજ તેમજ અંડરપાસના પ્રોજેકટ હાથ ધરાઇ રહ્યા છે. હવે શહેરના ૧૩ બ્રિજ નીચેની જગ્યાને પ્રજાલક્ષી સુખાકારીનાં વિભિન્ન કામ અર્થે ઉપયોગમાં લેવા માટે 'અંડર સ્પેસ ડેવલપમેન્ટ' પ્રોજેક્ટ પણ અમલમાં મુકાયો છે.

  તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જે તે ઓવરબ્રિજનું નિર્માણ કરાય છે, પરંતુ મોટા ભાગના બ્રિજ નીચેની જગ્યા એક અથવા બીજા કારણસર ખુલ્લી રહી જવાથી ત્યાં સાંજ પછી અસામાજિક તત્ત્વોના અડ્ડા જામે છે. ક્યાંક વાહનોનું આડેધડ પાર્કિંગ કરાય છે, જેના કારણે તે વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બને છે.

  શાકભાજીનાં પાથરણાવાળાં કે શાકભાજીની લારી, ચા-નાસ્તાની લારી, સોડાની લારી-ગલ્લા જેવાં દબાણનાે રાફડો ફાટી નીકળ્યો છે. અમુક બ્રિજ નીચે ગાય-ભેંસ બાંધવામાં આવતાં હોવાનું પણ જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા શહેરના ૧૩ બ્રિજ નીચે પાર્કિંંગ, સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, જિમ અને વાચનાલય જેવી પ્રજાલક્ષી સુવિધા ઊભી કરાશે. તંત્ર દ્વારા આ માટે રૂ.પ.પ૦ કરોડ ખર્ચાશે.

(12:32 pm IST)