Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સુરતમાં સ્ટેટ વિજિલન્સ કાફલાના જુગારધામમાં દરોડાઃ ૬૦ પત્ત્।પ્રેમીઓ પકડાયાઃ લાખોનો મુદામાલ જપ્ત

 સુરતઃતા.૨૦, સુરતમાં સ્ટેટ  વિઝિલન્સે જુગારધામમાં દરોડા પાડ્યા હતા આ દરોડામાં વિઝિલન્સે ૬૦ જેટલા જુગારીઓને દબોચી લીધા હતા અને લાખોની મતા પોલીસના હાથે લાગી હતી. પોલીસે આ તમામ જુગારીઓની અટકાયત કરીને જેલ ભેગા કર્યા છે.  મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્ટેટ વિઝિલન્સની ટીમ મંગળવારે સુરતમાં ત્રાટકી હતી. આશરે ૨૦ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓના કાફલા સાથે જુગાર ધામ ઉપર દરોડા પાડ્યા હતા.  ચાલુ જુગારે પોલીસ ત્રાટકતા જુગારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જુગારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. પોલીસે આ રેડમાં ૬૦ જેટલા જુગારીઓની અટકાયત કરી છે. જયારે સ્થળ ઉપરથી લાખો રૂપિયાની મતા પણ જપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, આટલા મોટ પાયે ચાલતા જુગારધામની ગંધ સુરત પોલીસને કેમ ન્હોતી એ મોટો પ્રશ્ન છે. આ જુગારધામ પોલીસની રહેમનજરથી ચાલતું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. અચાનક ત્રાટકેલી વિઝિલન્સને મોડાપાયે જુગારીઓને ઝડપી પાડતા અઠવા પોલીસને ઉંઘતી ઝડપી હતી.

(12:01 pm IST)