Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો

તા. ૧-૭-ર૦૧૬ થી મુળ પગારના રપ૬ ટકા, તા. ૧-૧-ર૦૧૮ થી મુળ પગારના ર૭૪ ટકાનો દર : તફાવતની રકમ રોકડમાં ચુકવાશે

ગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો

રાજકોટ, તા. ર૦:  ગુજરાત સરકારના નાણા વિભાગે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના દરમાં સુધારો કરતો પરિપત્ર ગઇકાલે નાયબ સચિવ શૈલેષ પરમારની સહિથી પ્રસિધ્ધ કર્યો છે તે મુજબ કર્મચારીઓને મૂળ પગારના રપ૬ ટકાથી ર૭૪ ટકા સુધીનો દર મળવાપાત્ર થશે.

પરિપત્રમાં જણાવાયું છે કે રાજય સરકારે માસિક દર તા. ૧-૭-ર૦૧૬ તા. ૧- ૧-ર૦૧૭, તા. ૧-૭-ર૦૧૭ તથા તા. ૧-૧-ર૦૧૮ થી  નીચે મુજબ વધારો કરીને ચુકવવાનું નક્કી કરેલ છે.

મોંઘવારી ભથ્થાના માસિક દર

ચુકવવા પાત્ર

ચુકવવા પાત્ર માસિક

તારીખ 

મોંઘવારી ભથ્થાનો દર

૧/૭/ર૦૧૬થી

મુળ પગારના રપ૬%

૧/૧/ર૦૧૬થી

મુળ પગારના ર૬૪%

૧/૭/ર૦૧૬થી

મુળ પગારના ર૬૮%

૧/૧/ર૦૧૬થી

મુળ પગારના ર૭૪%

મોંઘવારી ભથ્થુ વળતરના અલગ ભાગ તરીકે જ ગણવામાં આવશે અને ગુજરાત રાજય મુલ્કી સેવા (પગાર) નિયમો -ર૦૦ર ના નિયમ ૯(પ૩) ની વ્યાખ્યામાં આવતા પગાર તરીકે તેને ગણવામાં આવશે નહીં.

મોંઘવારી ભથ્થાની ગણતરી (ર૪પ%થી રપ૬%, રપ૬%થી ર૬૪% થી ર૬૮% અને ર૬૮% થી ર૭૪%) કર્મચારી/ અધિકારીઓના મુળ પગાર + મોંઘવારી પગાર (Basic Pay+ Dearness Pay) ઉપર કરવાની રહેશે.

મોઘવારી ભથ્થામાં પ૦ (પચાસ) પૈસા અને તેના કરતા વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને પ૦ (પચાસ) પૈસા કરતા ઓછી રકમને ગણત્રીમાં લેવામાં આવશે નહીં.

એન.પી.પી.એ. મેળવનાર કર્મચારી/ અધિકારીઓને મોંઘવારી ભથ્થાના હાલના કુલ ર૯% (૧૧%+૮%+૪%+૬%) વધારાનો લાભ તા. ર૬-૭-ર૦૦૬ ના વેચાણમાં લીધેલ ક્રમાંક-૧ ઉપરના ઠરાવના પારા-૪માં કરાયેલ ગણત્રી મુજબ મળવાપાત્ર થશે. ઠરાવની અન્ય શરતો યથાવત રહેશે.

આ હુકમો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજય સરકાર હસ્તક છે તેવા રાજય સરકારના તમામ કર્મચારીઓ, પંચાયત કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષથિણક કર્મચારી વર્ગ, સહાયક અનુદાન લેતી બિન-સરકારી શાળાઓના તમામ કર્મચારીઓને લાગુ પડશે.

પ્રસ્તુત ઠરાવનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુકિત ઉપરના અથવા બદલી પામેલ વ્યકિતઓને, કામ પુરતા મહેકમના કર્મચારીઓને તેમજ પંચાયતો, સ્થાનિક સંસ્થાઓ, બોર્ડ-નિગમ, નગરપાલિકાઓ, અનુદાનિત સંસ્થાઓોના કર્મચારીઓને અને બિન સરકારી માધ્યમિક શાળાઓના  શિક્ષકોને તથા કર્મચારીઓને ભથ્થાના તફવાતનો હિસ્સો રાજય સંસ્થાઓને મળવાપાત્ર થશે. આ રીતે મંજુર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવા પાત્ર હિસ્સો કરતા વધારે ન થવો જોઇએ.

આ હુકમો હેઠળ ચુકવવા પાત્ર થતા મોંઘવારી ભથ્થાના તફવાતની રકમ રોકડમાં ચુકવવાની રહેશે પરંતુ પ્રસ્તુત ઠરાવનો લાભ આપવા માટે જે તે સંસ્થા/ નગરપાલિકા/ નિગમ વગેરેએ પોતાની નાણાકીય પરિસ્થિતિને ધ્યાને લઇ સ્વૈચ્છિક નિર્ણય લેવાનો રહેશે.

(12:00 pm IST)
  • હવે દિલ્હીને પૂર્ણ રાજ્યના દરજ્જા માટે કરીશું સંઘર્ષ ;ધરણા ખત્મ કર્યા બાદ કેજરીવાલનું એલાન :આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને કાર્યકર્તાઓને કેજરીવાલે લડતની તૈયારી કરવા કરી હાકલ :ધરણા સંકેલીને કેજરીવાલ સીએમ આવાસ પહોંચ્યા હતા જ્યાં ધારાસભ્યો અને પાર્ટીના નેતાઓની બેઠકમાં ભાવી રણનીતિની કરાઈ ચર્ચા access_time 12:48 am IST

  • ફિફા વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ મજબૂત દાવેદાર નથી છતાં બનાવ્યો અનોખો રેકોર્ડ : ટ્યૂનીશિયા વિરૂદ્ધ તેની પ્રથમ મેચમાં અંતિમ ક્ષણોમાં મળેલી જીતને ત્યાં ટેલિવિઝન પર 1.83 કરોડ દર્શકોએ નિહાળી;જે આ વર્ષનો નવો રેકોર્ડ છે access_time 12:47 am IST

  • ગાંધીનગરની માણસા તાલુકા પંચાયતનું પરિણામ સ્થગિત :પક્ષાંતર કરનારા 10 સભ્યોએ બંધ કવરમાં મતદાન કર્યુ : હવે હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવાના કારણે પરિણામ સ્થાગિત :પક્ષાંતર કરનાર સભ્યોના મત ગણતરી મામલે હાઈકોર્ટ 26 જૂને ચૂકાદો આપશે access_time 1:18 am IST