Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ગુજરાતમાં જિલ્લા પંચાયતમાં સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસના હવાતીયાઃ પાટણમાં ભાજપ દ્વારા કોંગ્રેસના મહિલા સભ્યનું અપહરણઃ પતિનો આક્ષેપ

પાટણઃ પાટણ જિલ્લા પંચાયત ભવન ખાતે કોંગ્રેસના મહિલા સભ્યના પતિ તેમની પત્નીને મળવા ગયા હતા પણ BJPના સભ્યોએ પત્નીને મળવા ન દેતા તેમની સાથે ઝપાઝપી કરી હતી. કોંગ્રેસના અપહૃત મહિલા સભ્ય કિંગમેકર સાબિત થાય તેમ છે જેથી તેમનું અપહરણ કર્યાનો આરોપ તેમના પતિએ લગાવ્યો છે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે BJPએ કોંગ્રેસના મહિલા સભ્યનું અપહરણ કર્યું છે.

(7:54 pm IST)