Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

માણસા તાલુકાના પારસા ગામમાં દલિત વરરાજાનો વરઘોડો અટકાવીને ઘોડી ઉપરથી ઉતારી દેનાર ૯ શખ્‍સોની ધરપકડ

માણસાઃ રવિવારે મહેસાણાનો પ્રશાંત સોલંકી નામનો યુવક જાન જોડીને માણસા તાલુકાના પારસા ગામ ખાતે આવી પહોંચ્યો હતો. ગામમાં આગમન બાદ વરરાજા પ્રશાંત ઘોડી પર સવાર થયો હતો અને ડીજેના તાલે પોતાની ભાવી પત્નીના ઘરે વરઘોડો કાઢીને નીકળ્યો હતો. આ દરમિયાન કેટલાક દરબાર જ્ઞાતિના યુવક આવી પહોંચ્યા હતા અને વરઘોડા કાઢવો નહીં તેમજ ડીજે વગાડવું નહીં તેવી ધમકી આપી હતી. યુવકોએ વરરાજાને ઘોડી પરથી પણ નીચે ઉતારી મૂક્યો હતો. યુવકોએ ધાક-ધમકી આપીને ઘોડીના માલિકને પણ ભાગડી મૂક્યો હતો. આ અંગે યુવકના પરિવારના લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

દલિત વરરાજાને અપમાનિત કરવામાં આવ્યાની ફરિયાદ મળતા જ જિલ્લા પોલીસનકાફલો ગામ ખાતે આવી પહોંચ્યો હતો. બાદમાં પોલીસ સુરક્ષા વચ્ચે જ આખી લગ્નવિધિ પૂરી કરવામાં આવી હતી.

(7:45 pm IST)