Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ગુરૂવારે વિશ્વ યોગ દિવસઃ અમદાવાદમાં અંજુમન-અે-ઇસ્‍લામ સ્‍કૂલની વિદ્યાર્થીની ત્રિરંગાના રંગનો સ્‍કાર્ફ પહેરીને ઉજવણી કરશે

અમદાવાદઃ 21મી જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. દુનિયાભરમાં લોકો આ દિવસે ભેગા મળીને યોગ કરશે અને અલગ અલગ કાર્યક્રમો દ્વારા લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ દિવસે દેશની લગભગ દરેક શાળામાં વિદ્યાર્થીઓ ભેગા મળીને યોગ કરશે.

અમદાવાદના ખમાસા વિસ્તારમાં આવેલી અંજુમન-એ-ઈસ્લામ સ્કૂલમાં પણ દ્યાર્થીનીઓએ યોગ દિવસની તૈયારી શરુ કરી દીધી છે.

અંજુમન સ્કૂલની વિદ્યાર્થીનીઓ ભારતના ત્રિરંગાના રંગના સ્કાર્ફ પહેરીને યોગ દિવસ માટેની તૈયારી કરી રહી છે. આ સ્કૂલમાં લગભગ દર વર્ષે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લે છે.

(7:43 pm IST)