Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

મોટી ભમરી ગામ પાસે નજીવી બાબતે બોલાચાલી થતા લાકડીના સપાટા મારનાર બે શખ્સો સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટી ભમરી ગામની ટેકરી પાસે નજીવી બાબતે માથાકુટ બાદ માર મારી ધમકી આપનાર શખ્સ સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે
મળતી વિગતો અનુસાર નરેશભાઇ શાંતીલાલભાઇ વસાવા(રહે - માંડણ તા.નાંદોદ) એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા તેમનો મિત્ર યુવકભાઇ મો.સા. લઈ મોટી ભમરી ગામની ટેકરી પાસે આવતા ત્યાં ઉભેલા રણજીતભાઇ સોમાભાઇ વસાવા તથા આશીષભાઇ ઝવેરભાઇ વસાવા (બન્ને રહે - ગાડીત,તા. નાદોદ )નાઓએ તેમની મો.સા.ઉભી રખાવી કહેવા લાગેલ કે મારા ભાઇ સાથે અગાઉ બોલાચાલી કેમ કરી હતી તેમ કહી ગાળો બોલી લાત મારી મો.સા .ઉપર થી નિચે પાડી દઈ ઢીકા પાટુનો માર મારતા યુવકભાઇ તેમને વધુ મારમાંથી છોડાવવા વચ્ચે પડતા વાસની લાકડીનો એક સપાટો માથા ના પાછળના ભાગે તથા સાહેદને લાકડીનો એક સપાટો મારી દઈ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા રાજપીપળા પોલીસે બે સામે ગુનો દાખલ કર્યો છે.

(10:30 pm IST)