Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

સુરત:15 વર્ષીય સગીરા સાથે છેડતી કરી જેલવાસ ભોગવતા આરોપીના 30 દિવસના જામીન અદાલતે નામંજૂર કર્યા

સુરત:શહેરના લિંબાયત વિસ્તારમાં સરદારનગર સોસાયટીમાં રહેતા 24વર્ષીય  આરોપી વાજીદ ઉર્ફે ચીયા ઐયુબ મલેકની સલાબતપુરા પોલીસે 15 વર્ષની તરૃણી સાથે છેડતી બદલ પોક્સો એક્ટના ગુના હેઠળ જેલભેગો કર્યો હતો. બે વાર જામીન નકારાતા હાઇકોર્ટમાં જામીન માંગ્યા બાદ તે અરજી વીથડ્રો કરી હતી. હાલમાં આરોપીએ પ્રેમલગ્ન કર્યા છે તે 21 વર્ષની પત્ની સાસુ સાથે ઝઘડો થતા સહેલીના ઘરે રહેતી હોવાથી તેના ભરણપોષણની વ્યવસ્થા કરવા 30 દિવસના જામીન માંગ્યા હતા. જેના વિરોધમાં એપીપી વિશાલ ફળદુએ જણાવ્યું હતું કે આરોપીની માતા તથા તેના પત્નીના નિવેદન જોતાં સામાન્ય બોલાચાલીમાં ઘર છોડીને તેની સહેલી સાથે રહેતી હોવાનું જણાવ્યું હતુ. તેને ભરણ પોષણની તકલીફ જણાતી નથી. આરોપી વિરુધ્ધ ખટોદરા, લિબાયત તથા વલસાડ પોલીસમાં પણ ગુના નોંધાયા છે. યેનકેન કારણો આપી જામીનમુક્ત થવા પ્રયાસ કરતા હોય તેમ જણાય છે.

(6:39 pm IST)