Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

નકલી પત્રકારો અને નકલી સેન્‍ટ્રલ આઈબી અધિકારીઓની ગેંગ સુરતમાં ઝડપાતા ભારે ચકચાર

આંતર રાજય નેટવર્ક ખુલ્‍યું, પીઆઈ વી.યુ.ગડેરિયા, પીએસઆઈ જે.કે. બારીયા ટીમના દિપકભાઈ અને કિરીટભાઈ ઠકકર ટીમે ટેકનિકલ સર્વેલન્‍સ અને બાતમીદારો કામે લગાડી આરોપીઓને ઝડપી લીધા : ભોગ બનેલા લોકોને આગળ આવવા સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર અને ડીસીપી હર્ષદ મહેતા દ્વારા અપીલ

રાજકોટ,તા.૨૦: ભૂતકાળમાં સુરત, મુંબઈ અને સાબરકાંઠા વિસ્‍તારમાં લોકોને દબાવી અને નાણાં પડાવનાર શખ્‍સ સહિતની ટોળકી દ્વારા સુરતમાં નકલી પત્રકારો તથા કયારેક નકલી સેન્‍ટ્રલ આઈ.બી. અધિકારીઓ અને માનવ અધિકાર પંચના અધિકારીઓ બની તોડ ચાલી રહ્યાંની વ્‍યાપક ફરિયાદ બાદ આખરે  આ કહેવાતી ઠગ ટોળકી સુરત પોલીસના અમરોલી પોલીસ મથક દ્વારા સીપી અજયકુમાર તોમર અને નાયબ પોલીસ કમિશ્નર હર્ષદ મહેતાના માર્ગદર્શક હેઠળ ૪ શખ્‍સો ઝડપી લેવાતા ચકચાર મચી જવા પામી છે.
અમરોલી પોલીસ સ્‍ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૪૨૨૧૨૦૦/૨૦૨૨ઈ.પી.કો. ૩૮૪, ૪૪૮, ૫૦૬, ૧૭૦, ૧૧૪ મુજબના ગુનાના કામે ચાર અજાણ્‍યા ઈસમોએ આ કામના ફરીયાદી શ્રી નાઓની ઓફીસે જઈ સેન્‍ટ્રલ બ્‍યુરો તેમજ  પત્રકાર અને માનવ અધિકાર ખાતેથી આવતા હોવાનું જણાવી ફરિયાદી શ્રીને ખોટા કેશમાં ફસાવી દેવાની ધમકી આપી રોડક રૂા.૪૫,૦૦૦/- પડાવી લીધેલ હોય જે અંગે આ કામના ફરીયાદી શ્રી નાઓએ અમરોલી પોલીસ સ્‍ટેશન ખાતે ફરિયાદ આપતા ઉપરોકત નંબર અને કલમ મુજબ ગુનો રજીસ્‍ટર કરવામાં આવેલ.
જે અન્‍વયે મે. પોલીસ કમિશ્નરશ્રી તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી સેકટર- સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૪ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી જી ડીવીઝન સુરત શહેર નાઓએ ઉપરોકત મુજબના ગુનાના આરોપીઓને સત્‍વરે પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.
જેથી પો.ઈન્‍સ.શ્રી વી.યુ. ગડરીયા નાઓના સંપુર્ણ માર્ગદર્શન હેઠળ સર્વેલન્‍સ સ્‍ટાફના પો.સ.ઈ.શ્રી જે.કે. બારીયા તથા એ.એસ.આઈ. દિપકભાઈ મનોહરભાઈ તથા અ.હે.કો. કિરીટભાઈ રસીકભાઈ નાઓએ ટેકનીકલ વર્ક આઉટ તેમજ હ્યુમન સોર્સીસ આધારે નીચે મુજબના આરોપીઓને  મુદ્દામાલના રોકડા રૂા.૪૫,૦૦૦ સાથે પકડી પાડેલ છે. (૧) પ્રકાશ મોહનભાઈ મોલીયા ઉ.વ.૩૧ ધંધો પત્રકાર (ટાઈમ વોચ) રહે. એ/૨૧, ૧૦૧ ઓમ ટાઉનશીપ વિભાગ-૧ પાસોદરા સુરત, (૨) કાર્તીક ઉર્ફે રાજ વિરેન્‍દ્રભાઈ શેઠ ઉ.વ.૪૧ ધંધો પત્રકાર (મુંબઈ તરંગ ન્‍યૂઝ) રહે. ૧૩૦૩ સ્‍તૃતી આઈકોન પાલનપુર, કેનાલ રોડ, અડાજણ સુરત, (૩) ઉદિત કુમારપાળ ભાવસાર ઉ.વ.૩૧ ધંધો પત્રકાર (ડીજીટલ સતર્ક) રહે. એ/૭૦૩ આંગણ રેસીડેન્‍સી, જહાંગીરપુરા સુરત, (૪) હર્ષીત નરેશભાઈ લુખી ઉ.વ.૨૨ ધંધો કાર લે- વેચ રહે. બી/૪,૨૦૨ સૌરાષ્‍ટ્ર ટાઉનશીપ વિભાગ-૧, પાસોદરા સુરત.
શોધાયેલ ગુનોઃ- અમરોલી પોલીસ સ્‍ટેશન પાર્ટ એ ૧૧૨૧૦૦૦૪૨૨૧૨૦૦/ ૨૦૨૨ ઈ.પી.કો. ૩૮૪, ૪૪૮,૫૦૬, ૧૭૦, ૧૧૪ મુજબ.
આરોપીઓનો ગુનાહીત ઈતિહાસઃ- કાર્તીક ઉર્ફે રાજ વિરેન્‍દ્રભાઈ શેઠ (૧) કતારગામ પોલીસ સ્‍ટેશન ફસ્‍ટ ગુ.ર.નં.૭૮૯/૨૦૧૯ પોકસો એકટની કલમ ૨૩ (૪) મુજબ, (૨) મુંબઈ કુર્લા પોલીસ સ્‍ટેશન ખાતે ઈ.પી.કો.કલમ ૪૨૦ વિગેરે મુજબના ગુનામા પકડાયેલ હોવાની  કબુલાત કરેલ છે.
ઉદીત કુમારપાળ ભાવસાર (૧) સાબરકાંઠા ઈડર ખાતે સને ૨૦૧૯ની સાલમાં નેગોસીયેબલ એકટ ૧૩૮ મુજબ કેશ થયેલ.
દરમિયાન આવી ટોળકીનો ભોગ બનેલ લોકોને નિર્ભયતાથી આગળ આવી ફરિયાદ આપવા પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર અને નાયબ પોલીસ કમિશ્નર હર્ષદ મહેતા દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

(5:01 pm IST)