Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

*હવામાન વિભાગની આગાહી: ૩ દિવસ અમદાવાદ સહિત ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવ રહેશે: ગરમીનો પારો ૪૬ ડિગ્રી સુધી જવા સંભવ*

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છમાં આગામી ૨૨ મે સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરૂવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં ૪૩.૫ ડિગ્રી નોંધાઇ હતી. આ સાથે ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. રાજકોટ, અમરેલી જુનાગઢ, ભૂજ, વડોદરા, ડીસા, પાટણમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર ગયો હતો. રાજ્યમાં ગરમ લૂ ફુંકાઈ રહી છે.

(11:59 am IST)