Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

નાનાલીમટવાડા પાસે ઇકો ગાડી અને મોટરસાઇકલ વચ્ચેના અકસ્માતમાં એકનું મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાના લીમટવાડા પાસે ઇકો ગાડી અને મોટરસાઇકલ વચ્ચેના અકસ્માતમાં એકનું મોત થયું હતું જ્યારે એક મહિલાને ઇજા થતાં રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો હતો
મળતી માહિતી મુજબ મુકેશભાઈ અમૃતલાલ પ્રજાપતી( રહે,એકતાનગર ડેડીયાપાડા રોડ, નેત્રંગ,જી.ભરૂચ )ની ફરિયાદ અનુસાર તેઓ ઇકો ગાડી લઈ બાબરી ના પ્રસંગ માં પત્ની સાથે જતા હતા એ સમયે નાનાલીમટવાડા ગામ નજીક મોસા નંબર GJ.16 BE , 3040ના ચાલક સતિષ ભાઈ રમેશભાઈ વસાવા (ઉ.વ .૨૪)( રહે.જેસલપોર તા. નાંદોદ )પોતાના કબજાની મો.સા. ગફલત ભરી રીતે હંકારી લાવી પોતાની સાઈડ છોડી રોંગ સાઈડે ચલાવી લાવી ઈકો ગાડીને સામેથી ટક્કર મારી એક્સીડેંટ કરી મુકેશ ભાઈના પત્ની નિર્મળાબેનને ઈજા કરી પોતાના શરીરે પણ ઈજાઓ પહોંચાડી સારવાર દરમ્યાન મોત થતાં  રાજપીપળા પોલીસે મૃતક સતિષભાઈ વસાવા સામે ગુનો દાખલ કર્યો છે

(10:22 pm IST)